શેર-સ્વેપ : પ્રતિત પટેલ

૧૯૭૧માં સ્થપાયેલી કાનપુર બેઇઝ આ કંપની પેકેજિંગ સેક્ટરમાં સક્રિય છે. કંપની વિવિધ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝને પેકેજિંગ સોલ્યુશન પૂરા પાડે છે. કંપની ફ્લેક્સિબલ ઇન્ટરમીડિયેટ બલ્ક કન્ટેનરના ઉત્પાદનમાં અગ્રણી કંપની ગણાય છે. આ પ્રોડક્ટ ફૂડ ગ્રેઇન્સ, સિમેન્ટ, કેમિકલ્સ, ફર્ટિલાઈઝર સેક્ટરમાં પેકેજિંગમાં યુઝ થાય છે. આ સિવાય કંપની ફ્લેક્સિબલ ઈન્ટરમીડિયેટ બલ્ક કન્ટેનર એસેસરીઝ પણ બનાવે છે. આ સિવાય કંપની લેમિનેટેડ અને અનલેમિનેટેડ ફેબ્રિક્સ બનાવે છે જે બેગ મેન્યુફેકચરિંગ, સેન્ડ બેગના ઉત્પાદનમાં યુઝ થાય છે. કંપની મલ્ટિ ફ્લિામેન્ટ યાર્ન પણ બનાવે છે જે રોપ્સ, વેબિંગ, સુઇંગ થ્રેડ, ઇલાસ્ટિક બેન્ડ, સ્કિપિંગ રોપ્સ વગેરેના ઉત્પાદનમાં યૂઝ થાય છે.

કંપનીની ઈક્વિટી માત્ર રૂ.૧૪.૩૨ કરોડ છે જેની સામે કંપની પાસે રૂ.૧૦૫ કરોડનું રિઝર્વ છે. કંપનીમાં પ્રમોટરો ૭૧.૬૦ ટકા અને પબ્લિક ૨૮.૪૦ ટકા સ્ટેક ધરાવે છે. કંપનીના શેરની બુક વેલ્યૂ રૂ.૭૩.૮૫ છે અને વર્તમાન ભાવે આ સ્ટોક માત્ર ૧.૫૬ના નીચા પ્રાઈઝ ટુ બુક વેલ્યૂ રેશિયોથી ક્વોટ થઇ રહ્યો છે.

નાણાકીય વર્ષ ૨૦૧૯ના પહેલા નવ મહિનામાં કંપનીએ મજબૂત પરિણામો દર્શાવ્યા છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ રૂ.૯૧.૪૭ કરોડના વેચાણ ઉપર રૂ.૪.૮૭ કરોડનો નફે દર્શાવી રૂ.૩.૨૫ની ઈપીએસ હાંસલ કરી છે. નાણાકીય વર્ષ ૨૦૧૯ના પહેલા ૯ મહિનામાં કંપનીનું વેચાણ રૂ.૨૦૫.૧૯ કરોડથી ૧૯ ટકા વધીને રૂ.૨૪૪.૨૫ કરોડ થયું છે જ્યારે આ ૯ મહિનામાં કંપનીનો નફે ૨૫.૫૫ ટકા ઊછળીને રૂ.૧૪.૨૩ કરોડ થયો છે અને કંપનીએ આ ૯ મહિનામાં રૂ.૯.૪૯ની ઇપીએસ હાંસલ કરી છે.

વર્તમાન ભાવે આ સ્ટોક છેલ્લા ૪ ક્વાર્ટરની ઇપીએસથી ક્વોટ કરીએ તો માત્ર ૮.૧ના સાવ જ નીચા પીઈથી ક્વોટ થઇ રહ્યો છે. કંપની તેના શેર હોલ્ડરોને રેગ્યુલર ડિવિડન્ડ પણ ચૂકવે છે નાણાકીય વર્ષ ૨૦૧૮ માટે કંપનીએ ૧૮ ટકા ડિવિડન્ડ ચૂકવ્યું છે. શેરનો બાવન સપ્તાહનો ઊંચો ભાવ રૂ.૧૬૨ છે જેની સામે આ સ્ટોક હાલમાં ૨૯ ટકા નીચે ક્વોટ થઇ રહ્યો છે.

વર્તમાન ભાવે આ સ્ટોક રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે. સ્ટોકમાં રૂ.૯૫ના સ્ટોપલોસ સાથે મધ્યમથી લાંબાગાળાનું રોકાણ કરી શકાય. ઉપરમાં આવનાર ૧૨ થી ૧૫ મહિનામાં આ સ્ટોક રૂ.૧૬૫-૧૭૫નો આંક દર્શાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post પેકેજિંગ સેક્ટરમાં KANPUR PLASTIPACKS LTD.  સુંદર રિટર્ન આપી શકે appeared first on Sandesh.



from Business @ Sandesh – Sandesh http://sandesh.com/packaging-sector-kanpur-plastipacks-ltd/
via Best Gujarati News