સોનાના વાયદામાં નરમાઈ તરફી ઝોક
કોમોડિટી ચાર્ટની નજરે : અનુજ
એેમસીએક્સના ગોલ્ડના જૂન વાયદામાં આગામી સપ્તાહે નકારાત્મક વલણ રહેવાની ધારણા છે. વિતેલા સપ્તાહે ચાર્ટ ઉપર એમસીએક્સ ગોલ્ડ વાયદો રૂ. ૩૨,૪૦૨ના મથાળે ખુલ્યો હતો અને સપ્તાહની શરૂઆતમાં જ રૂ. ૩૨,૫૧૩ની ઊંચી સપાટી બની હતી. ત્યારબાદ પછીના સમયગાળામાં ભાવ સુધર્યા હતા અને સપ્તાહના અંતે રૂ. ૩૧,૭૦૫ની નીચી સપાટીને સ્પર્શ્યા હતા. અંતે વાયદો ૧.૫૮ ટકાના સાપ્તાહિક ઘટાડામાં રૂ.૩૧,૮૮૧ના સ્તરે બંધ થઇ રહ્યો હતો.
હાલ ભાવ ૧૦ સપ્તાહના ઇએમએની નીચે પરંતુ ૨૦ સપ્તાહના ઇએમએની ઉપર બંધ છે. આરએસઆઇ પીછેહઠ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૪૮.૩૮ છે. એમએસીડી પણ નેગેટિવ છે.
નવા સપ્તાહે એમસીએક્સ ગોલ્ડ ફ્યૂચર માટે રૂ.૩૧,૫૬૦ અને રૂ. ૩૧,૧૮૦નો મજબૂત સપોર્ટ છે. જો સુધારા તરફી ચાલમાં ગોલ્ડ વાયદો રૂ.૩૨,૨૮૦નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્ટ લેવલ વટાવે તો ભાવમાં રૂ.૩૨,૮૪૦ સુધીની તેજીની ધારણા રાખવી.
એમસીએક્સ ચાંદીમાં નબળાઈ
એમસીએક્સ ચાંદીના મે મહિનાના કોન્ટ્રાક્ટમાં મિશ્રથી નેગેટિવ ટ્રેન્ડ રહેવાની શક્યતા છે. જેમાં ટૂંકા ગાળા માટે રૂ. ૩૭,૧૮૫નો ટેકો અને ત્યારબાદ રૂ. ૩૬,૦૬૦નો મજબૂત ટેકો ધ્યાનમાં રાખવો જરૂરી છે. તો બીજી બાજુ જો વાયદો રૂ. ૩૮,૩૬૫ની પ્રતિકારાત્મક સપાટી કૂદાવે તો ચાંદીમાં રૂ. ૩૮,૯૫૦ સુધીના ઉછાળાની અપેક્ષા રાખી શકાય છે. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની નીચે બંધ છે. આરએસઆઇ પીછેહઠ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૪૩.૬૨ છે. એમએસીડી પણ નેગેટિવ છે.
વિતેલા સપ્તાહમાં ચાર્ટ ઉપર એમસીએક્સ સિલ્વર વાયદો રૂ. ૩૮,૪૧૦ ખુલ્યો હતો અને સપ્તાહની શરૂઆતમાં જ રૂ. ૩૮,૬૨૨ની ઊંચી સપાટી બની હતી. જો કે ત્યારબાદના સપ્તાહમાં ઊંચા સ્તરેથી ભાવ ઘટયા અને સપ્તાહના બીજા ભાગમાં રૂ. ૩૭,૨૭૯ની નીચી સપાટી બની હતી. અંતે ૨.૧૮ ટકાના સાપ્તાહિક ઘટાડામાં ચાંદી વાયદો રૂ. ૩૭,૫૨૭ના સ્તરે બંઘ રહ્યો હતો.
ક્રૂડ વાયદામાં વધઘટે સુધારાની અપેક્ષા
એમસીએક્સ ક્રૂડ ઓઇલના એપ્રિલ ફ્યૂચર કોન્ટ્રાક્ટમાં આગામી સપ્તાહે વધઘટે સુધારા તરફી ચાલ રહેવાની સંભાવના છે. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની ઉપર બંધ છે, સાર્વત્રિક તેજીમાં નવી ખરીદી નીકળી શકે છે. આરએસઆઇ આગેકૂચ કરી રહ્યું છે અને કરન્ટ રિડિંગ ૫૨.૪૦ છે. એમએસીડી પોઝિટિવ છે જો કે તે નેગેટિવ થઇ શકે છે. ઊંચા મથાળે નફા વસૂલી નીકળી શકે છે. ભાવ ૫૦ ટકાના ફિબોનેસી રિટ્રેસમેન્ટ લેવલે મજબૂત સપોર્ટની શોધમાં છે.
નવા સપ્તાહે ક્રૂડ વાયદામાં ટૂંકા ગાળા માટે રૂ.૪,૦૭૫નો સપોર્ટ અને રૂ.૩,૯૮૦નો ફાઇનલ સપોર્ટ છે. તો બીજી બાજુ રૂ.૪,૩૩૦નું રેઝિસ્ટન્ટ અને ત્યારબાદ રૂ. ૪,૪૮૦નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્ટ ધ્યાનમાં રાખવાની જરૂર છે.
વિતેલ સપ્તાહે ચાર્ટ ઉપર એમસીએક્સ ક્રૂડ વાયદો રૂ.૪,૦૭૪ની સપાટીએ ખૂલ્યો હતો અને સપ્તાહની શરૂઆતમાં જ રૂ. ૪,૦૩૧ની નીચી સપાટી બની હતી. જો કે ત્યાર પછીના સપ્તાહ દરમિયાન ભાવ વધીને રૂ. ૪,૧૭૯ની ઉંચી સપાટીને સ્પર્શ્યા હતા અને ત્યાર પછીના સપ્તાહમાં ભાવ રેન્જ બાઉન્ડ રહ્યા હતા. અંતે ક્રૂડ વાયદો ૨.૧૧ ટકાના સાપ્તાહિક સુધારામાં રૂ. ૪,૧૬૧ના મથાળે બંધ રહ્યો હતો.
ધાણા વાયદામાં બે તરફી ચાલ
એનસીડીઇએક્સ ધાણાના એપ્રિલ કોન્ટ્રાક્ટમાં નવા સપ્તાહે બે તરફી ચાલ રહેવાની અપેક્ષા છે. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએ ઉપર બંધ છે. એમએસીડી સુધરીને પોઝિટિવ બની ગયું છે. આરએસઆઇ આગેકૂચ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૬૩.૦૫ છે.
ટૂંકા ગાળા માટે ધાણા વાયદામાં રૂ.૬,૪૦૫નો ટેકો અને ત્યારબાદ રૂ.૬,૧૩૦નો મજબૂત ટેકો ધ્યાનમાં રાખવો. જો તેજીની ચાલમાં વાયદો રૂ. ૬,૮૯૫ની મહત્ત્વની પ્રતિકારક સપાટી કૂદાવે તો રૂ. ૭,૧૨૫ સુધીનો ઉછાળો આવી શકે છે.
વિતેલ સપ્તાહે ચાર્ટ ઉપર એનસીડીઇએક્સનો ધાણા વાયદો રૂ.૬,૫૮૦ની સપાટીએ ખૂલ્યો હતો જે સપ્તાહ દરમિયાનની નીચી સપાટી બની રહી હતી. સપ્તાહની મધ્યમાં ભાવમાં રૂ. ૬,૮૦૪ની ઊંચી સપાટીને સ્પર્શ્યા હતા. જો કે નફા વસૂલીના પગલે સપ્તાહના અંતે ભાવ ઊંચા સ્તરેથી ગગડયા હતા. અંતે ધાણા વાયદો ૧.૨ ટકાના સાપ્તાહિક સુધારામાં રૂ.૬,૬૫૦ના સ્તરે બંધ રહ્યો હતો.
મેન્થા તેલમાં નેગેટિવ ટ્રેન્ડ
એમસીએક્સ મેન્થા ઓઇલના એપ્રિલ વાયદામાં નવા સપ્તાહે મિશ્રથી નકારાત્મક ચાલ ચાલ જોવા મળી શકે છે. મેન્થા વાયદામાં શોર્ટ ટર્મ માટે રૂ.૧,૫૩૫નો ટેકો અને રૂ.૧,૪૬૬નો મજબૂત સપોર્ટ છે. તો બીજી બાજુ રૂ.૧,૬૩૨નું રેઝિસ્ટન્ટ અને રૂ.૧૬૮૫નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્ટ ધ્યાનમાં રાખવું. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની નીચે બંધ છે. એમએસીડી પોઝિટિવ બન્યું છે. આરએસઆઇ પીછેહઠ કરી રહ્યું છે અને કરંટ રીડિંગ ૪૯.૦૧ છે.
વિતેલા સપ્તાહે ચાર્ટ ઉપર મેન્થા ઓઇલ વાયદો રૂ.૧,૫૮૬ના સ્તરે ખૂલ્યો હતો અને સપ્તાહના પ્રથમ ભાગમાં રૂ.૧૫૭૫ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. ત્યારબાદ ભાવ વધ્યા હતા અને સપ્તાહના બીજા ભાગ સુધીમાં રૂ. ૧,૬૩૭.૫૦ની ઊંચાઇએ પહોંચ્યો હતો. પરંતુ ઊંચા મથાળે ટકી ન શક્યતા ભાવ ફરી વખત તૂટયા હતા. મેન્થા વાયદો અંતે ૧.૨૫ ટકાના સાપ્તાહિક ઘટાડામાં રૂ.૧,૫૮૭.૬૦ના સ્તરે બંધ રહ્યો હતો.
સોયાબીન વાયદો રેન્જ બાઉન્ડ રહેશે
એનસીડીઇએક્સ સોયાબીનના એપ્રિલ વાયદામાં નવા સપ્તાહે રેન્જ બાઉન્ડ રહેશે. ચાર્ટ ઉપર ગત સપ્તાહે સોયાબીન વાયદો રૂ.૩,૭૦૫ના મથાળે ખૂલ્યો હતો અને સપ્તાહના પ્રથમ ભાગમાં રૂ.૩,૭૧૪ની ઊંચાઇએ પહોંચ્યો હતો. ત્યારબાદ ભાવ ગગડયા હતા અને સપ્તાહના બીજા ભાગમાં રૂ. ૩,૫૯૨ની નીચી સપાટી બનાવી હતી. જો કે સપ્તાહના અંતે શોર્ટ ક્વરિંગના સહારે ભાવ નીચા સ્તરેથી રિકવર થયા હતા. અંતે વાયદો ૦.૮૪ ટકાના સાપ્તાહિક ઘટાડામાં રૂ.૩,૬૭૬ના સ્તરે બંધ થયા હતા. જ્યારે તેની અગાઉના સપ્તાહે ક્લોઝિંગ લેવલ રૂ.૩,૭૦૭ હતું. ભાવમાં ૨૦ સપ્તાહના ઇએમએના મજબૂત સપાોર્ટની શોધમાં છે પણ તેની નીચે બંધ રહ્યું નથી. ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની નીચે છે. આરએસઆઇ પીછેહઠ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૫૭.૪૬ છે. એમએસીડી પણ ગગડીને નેગેટિવ બની ગયું છે. ટૂંકા ગાળા માટે સોયાબીન વાયદામાં રૂ.૩૫૯૨નો ટેકો અને ત્યારબાદ રૂ.૩,૫૩૨નો મજબૂત ટેકો ધ્યાનમાં રાખવો. તો બીજી બાજુ વાયદો રૂ.૩,૭૪૫ની પ્રતિકારક સપાટી કૂદાવે તો રૂ.૩,૮૭૦ સુધીના ઊછાળાની ધારણા રાખવી જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post સોનાના વાયદામાં નરમાઈ તરફી ઝોક appeared first on Sandesh.
from Business @ Sandesh – Sandesh http://sandesh.com/gold-futures-softness-level/
via Best Gujarati News
0 Comments