ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટ એવા ટેસ્ટ ક્રિકેટમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. અ નવા નિયમોથી ટેસ્ટ ક્રિકેટમાં લોકોની રૂચિ વધશે. ટેસ્ટ ક્રિકેટને આકર્ષક બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી નિયમોમાં ફેરફાર કરવાની માંગ ઉઠી રહી હતી. નવા નિયમ ICC ટેસ્ટ ચેમ્પિયનશિપના પ્રારંભથી લાગુ થશે.

નવા ફેરફારમાં ટોસથી લઈને ફોર-સિક્સર, નો એન્ડ વ્હાઇટ બોલ અને આઉટ કરવાની રીતનો સમાવેશ થાય છે. પણ સૌથી રસપ્રદ ફેરફાર એક બોલ પર કેટલા ખેલાડી આઉટ થઈ શકે તેનો છે.

નવા નિયમો પ્રમાણે એક બોલ પર બે ખેલાડી આઉટ થઈ શકશે. આમાં જો કોઇ ખેલાડી કેચ આઉટ થઈ જાય તો બીજા ખેલાડીને રન આઉટ કરી શકાશે. આટલું જ નહીં ડે નાઇટ ટેસ્ટમાં ડબલ રન મળશે. ફોર ફટકારવા પર હવે આઠ રન અને સિક્સ ફટકારવા બદલ 12 રન આપવામાં આવશે. વ્હાઇટ એન્ડ નો બોલના સ્થાને બે નવા શબ્દ ફોલ્ટ્સ એન્ડ એસેજેનો ઉપયોગ કરાશે.

નવા નિયમ પ્રમાણે ટેસ્ટ મેચમાં હવે ટોસ થશે નહીં. ટોસના સ્થાને હવે ટ્વિટર પોલ કરવામાં આવશે. પોલ દ્વારા લોકો નક્કી કરશે કે કઈ ટીમ પ્રથમ બેટિંગ કરશે અને કોણ બોલિંગ.

જો તાપમાન 35 ડિગ્રીથી વધારે હોય તો ખેલાડીઓને શોર્ટ પહેરવાની મંજૂરી મળશે. આટલું જ નહીં કોમેન્ટર્સ ફિલ્ડરના ઘેરેના પાછળ રહીને મેચ વિશે વાત કરી શકશે.

તો કેવા લાગ્યા આઈસીસીના આ નવા નિયમો? જોકે આ નવા નિયમો હકીકતમાં લાગુ થવાના નથી પણ એપ્રિલ ફૂલ છે. આઈસીસીએ ટ્વિટ કરીને લોકોને એપ્રિલ ફૂલ બનાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ટેસ્ટ ક્રિકેટમાં હવેથી ટોસ નહીં, 1 બોલ પર 2 ખેલાડી થશે આઉટ, ICCએ નિયમોમાં કર્યા ફેરફાર appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/double-runs-in-night-icc-announces-new-rules-for-test-cricket/
via Best Gujarati News