પંજાબના મોહાલીમાં આઈપીએલની 12મીએ સીઝનમાં કિંગ્સ ઈલેવન પંજાબ સામે દિલ્હી કેપિટલ્સ વચ્ચે મહત્વપૂર્ણ મુકાબલો ખેલાશે. પંજાબ સામે દિલ્હીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હીએ તેના ઘર આંગણે રમી રહેલા પંજાબને પહેલા બેટિંગ માટે ઉતાર્યું છે.

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીની ટીમમાં અમિત મિશ્રાને સ્થાને આવેશ ખાનનો સમાવેશ કરાયો હતો.

આઇપીએલની 13મી મેચ કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મોહાલીમાં રમાશે. પોતાના ઘરમાં ગત મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ જેવી ટીમને હરાવ્યા પછી પંજાબનો આત્મવિશ્વાસ ઘણો વધારે હશે. બીજી તરફ દિલ્હીએ પણ છેલ્લી મેચમાં સુપર ઓવરમાં કોલકાતા સામે રોમાંચક વિજય મેળવ્યો હતો.

બંને ટીમો આ પ્રમાણે છે

દિલ્હી કેપિટલ્સ – પૃથ્વી શો, શિખર ધવન, શ્રૈયસ ઐયર (કેપ્ટન), રિષભ પંત, હર્ષલ પટેલ, આવેશ ખાન, કાગિસો રબાડા, હનુમા વિહારી, કોલીન ઇનગ્રામ, ક્રિસ મોરિસ, સંદીપ લામિચાને.

કિંગ્સ ઇલેવન પંજાબ – લોકેશ રાહુલ, અશ્વિન (કેપ્ટન), મયંક અગ્રવાલ, સેમ કુરૈન, મુજીબ ઉર રહેમાન, મનદીપ સિંહ, ડેવિડ મિલર, સરફરાઝ ખાન, હાર્દુસ વિલ્જોન, મોહમ્મદ શમી, એમ.અશ્વિન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post KXIP vs DC : દિલ્હીએ ટોસ જીતી પંજાબને પહેલા બેટિંગ માટે ઉતાર્યું appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/delhi-elect-to-bowl-amit-mishra-dropped/
via Best Gujarati News