ક્રિકેટ ચાહકો માટે માઠા સમાચાર, 10મી એપ્રિલ બાદ આ 7 ક્રિકેટર્સ IPLમાં જોવા નહીં મળે
બીસીસીઆઈ વર્તમાન આઈપીએલમાં રમી રહેલા કેટલાક સ્ટાર પ્લેયર્સ જેઓ વર્લ્ડ કપની ટીમમાં ચોક્કસ સ્થાન મેળવી શકે તેમ છે તેઓને 10મી એપ્રિલ બાદ આ લીગમાં નહીં રમવાનો આદેશ આપ્યો છે. આમ 10મી બાદ ધોની અને કોહલી સહિત સાત ખેલાડીઓ આઈપીએલમાં રમશે નહીં. આગામી સમયમાં ઇંગ્લેન્ડ ખાતે રમાનારા વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા કેટલાક ચાવીરૂપ ખેલાડીઓને સંભવિત ઈજા થઇ શકે છે તેવી બોર્ડને શંકા છે.
સોમવારે બીસીસીઆઈએ ફ્રેન્ચાઇઝી ટીમો તથા ખેલાડીઓ માટે કેટલીક ગાઇડલાઇન બહાર પાડી છે. 10મી એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ તથા કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચેના મુકાબલા બાદ આ ખેલાડી રિલીઝ થશે અને ત્યારબાદ તેઓ કોઇ પણ પ્રકારની ક્રિકેટ એક્ટિવિટીમાં ભાગ લઇ શકશે નહીં. વર્લ્ડ કપ પહેલાં આ ખેલાડીઓને તેમના પરિવાર સાથે સમય ગાળવાની તાકીદ કરવામાં આવી છે.
ફરજિયાત આરામ માટે બીસીસીઆઇએ જાહેર કરેલા ખેલાડીઓમાં વિરાટ કોહલી (બેંગલોર), ભુવનેશ્વર કુમાર (હૈદરાબાદ), જસપ્રિત બુમરાહ તથા હાર્દિક પંડયા (બંને મુંબઇ), કુલદીપ યાદવ (કોલકાતા), મોહમ્મદ શમી (પંજાબ) તથા મહેન્દ્રસિંહ ધોની (ચેન્નઇ)નો સમાવેશ થાય છે. કોહલીના સ્થાને પાર્થિવ પટેલને બેંગલોરનું નેતૃત્વ સોંપવામાં આવે તેવી પૂરી સંભાવના છે.
બીસીસીઆઈએ જણાવ્યું હતું કે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને સાત ખેલાડીઓને ફરજિયાત આરામ આપવાનો નિર્ણય કરાયો છે. અમે છ ફ્રેન્ચાઇઝીઓની માફી પણ માગી છે. ધોની અને કોહલી સહિત સાત ખેલાડીઓ દુબઈ ખાતે ભારતીય કોચ રવિ શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ દુબઇ ખાતેના કન્ડિશનિંગ કેમ્પમાં ભાગ લે તેવી સંભાવના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post ક્રિકેટ ચાહકો માટે માઠા સમાચાર, 10મી એપ્રિલ બાદ આ 7 ક્રિકેટર્સ IPLમાં જોવા નહીં મળે appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/key-indian-players-are-to-back-out-from-ipl-keeping-world-cup-in-mind/
via Best Gujarati News
0 Comments