। અબુધાબી ।

ઓસ્ટ્રેલિયાએ પોતાના શાનદાર પ્રદર્શનને જારી રાખીને અહીં રમાયેલી પાંચમી અને અંતિમ વન-ડેમાં પાકિસ્તાનને ૨૦ રનથી હરાવીને પાંચ મેચની શ્રેણીમાં ૫-૦થી વ્હાઇટવોશ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના સાત વિકેટે ૩૨૭ રનના સ્કોર સામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર પાકિસ્તાનની ટીમ હારિસ સોહેલે સદી ફટકારી હોવા છતાં સાત વિકેટે ૩૦૭ રન જ બનાવી શકી હતી. ગ્લેન મેક્સવેલને મેન ઓફ ધ મેચ તથા એરોન ફિન્ચને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સમાં ખ્વાજાએ ૯૮, ફિન્ચે ૫૩, માર્શે ૬૧ તથા મેક્સવેલે ૩૩ બોલમાં ૭૦ રનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન માટે શાન મસૂદે ૫૦, સોહેલે ૧૩૦ તથા ઇમદ વસીમે ૫૦ રનની ઇનિંગ્સ રમી હતી.

પાકિસ્તાન સામે સતત છઠ્ઠી શ્રેણી જીત્યું
પોતાના ઘરઆંગણે ૨૦૦૨માં હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામે સતત છઠ્ઠી શ્રેણી જીતી છે. ઓસ્ટ્રેલિયા અગાઉ ૧૯૯૮માં (પાકિસ્તાનમાં ૩-૦થી), ૨૦૧૦માં (ઓસ્ટ્રેલિયામાં ૫-૦થી) તથા ૨૦૧૪માં (યુએઇમાં ૩-૦થી) પાકિસ્તાનને વ્હાઇટવોશ કરી ચૂક્યું છે. ભારત ખાતે તાજેતરમાં ૩-૨થી શ્રેણી જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાએ સતત આઠમી વન-ડે જીતી છે. ભારતમાં ઓસી. ટીમ પ્રથમ બે વન-ડે હારી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post પાકિસ્તાનનો વ્હાઇટવોશ, ઓસ્ટ્રેલિયા 5-0થી શ્રેણી જીત્યું appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/australia-whitewash-pakistan-5-0-sweep/
via Best Gujarati News