IPL 2019: સરફરાઝ અને મિલરે કિંગ્સ ઇલેવન પંજાબની બાજી સુધારી
। મોહાલી ।
સરફરાઝ ખાન તથા ડેવિડ મિલરે ધીમી પણ મક્કમ બેટિંગ કરીને કિંગ્સ ઇલેવનની બાજી સુધારતા અહીં રમાયેલી આઇપીએલની લીગ મેચ જીતવા દિલ્હી કેપિટલ્સને ૧૬૭ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબની ટીમ નવ વિકેટે ૧૬૬ રન બનાવી શકી હતી. દિલ્હીએ પીચ લાઇવ રહેશે તેવા અનુમાન સાથે ફિલ્ડિંગ લેવાનો નિર્ણય કર્યો હતો પરંતુ રબાડાની પ્રથમ ઓવરમાં પીચમાં બાઉન્સ નથી તથા ઝડપ નથી તે સ્પષ્ટ થઈ ગયું હતું. બેટિંગ માટે સ્વર્ગ સમી પીચ હોવા છતાં લોકેશ રાહુલ રબાડાની બીજી જ ઓવરમાં એલબીડબ્લ્યૂ આઉટ થયો હતો.
ઓપનર લોકેશ રાહુલ માત્ર ૧૫ રનના સ્કોરે આઉટ થતાં પંજાબને મોટો ફટકો પડયો હતો. સેમ કરને ૧૦ બોલમાં આક્રમક ૨૦ રન બનાવ્યા હતા પરંતુ પણ ૩૬ના સ્કોરે આઉટ તથાં પંજાબે બીજી વિકેટ ગુમાવી હતી. સરફરાઝ ખાન તથા મિલરે ધીમે ધીમે ઇનિંગ્સને આગળ વધારી હતી અને ચોથી વિકેટ માટે ૬૨ રનની ભાગીદારી નોંધાવી હતી. સરફરાઝ ૨૯ બોલમાં છ બાઉન્ડ્રી વડે ૩૯ તથા મિલર ૩૦ બોલમાં ચાર બાઉન્ડ્રી તથા બે સિક્સર વડે ૪૩ રન બનાવીને આઉટ થયો હતો. મનદીપ ૨૧ બોલમાં ૨૯ રન બનાવીને અણનમ રહ્યો હતો. પંજાબનો સ્કોર એક સમયે ત્રણ વિકેટે ૧૨૦ રન હતો પરંતુ આ સ્કોરે સરફરાઝ આઉટ થવાની સાથે પંજાબની ટીમે ૩૭ રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. અંતિમ ઓવરના છેલ્લા બે બોલમાં ૧૦ રન ફટકારી ટીમનો સ્કોર ૧૬૬ રને પહોંચાડયો હતો. દિલ્હી માટે ક્રિસ મોરિસે ૩૦ રનમાં સર્વાધિક ત્રણ વિકેટ ખેરવી હતી. રબાડાએ ૩૨ રનમાં બે તથા લમીછાનેએ ૨૭ રનમાં બે વિકેટ હાંસલ કરી હતી.
પંજાબને સપોર્ટકરવા સુશાંતસિંહ રાજપૂત મેદાને પહોંચ્યો
બોલિવૂડ સ્ટાર સુશાંતસિંહ રાજપૂત દિલ્હી કપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની મેચમાં પંજાબની ટીમને સપોર્ટ કરવા પહોંચ્યો હતો. સુશાંત ઉપરાંત પંજાબ ટીમની સહમાલિક પ્રિટી ઝિન્ટા પણ પહોંચી હતી અને ટીમના ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post IPL 2019: સરફરાઝ અને મિલરે કિંગ્સ ઇલેવન પંજાબની બાજી સુધારી appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/ipl-2019-miller-sarfaraz-guide-kxip-to-competitive-total/
via Best Gujarati News
0 Comments