। મિયામી ।

સ્વિટ્ઝરલેન્ડના દિગ્ગજ ખેલાડી રોજર ફેડરરે મિયામી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટનું ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું. મેન્સ સિંગલ્સની ફાઇનલમાં ફેડરરે અમેરિકાના શક્તિશાળી ખેલાડી જ્હોન ઇસનરને સીધા સેટમાં હરાવીને ટાઇટલ જીત્યું હતું. ૩૭ વર્ષીય ફેડરરે ફાઇનલ મેચ ૬-૧, ૬-૪થી જીતી લીધી હતી. ફેડરરની ગોલ્ડન કારકિર્દીમાં આ ૨૮મું માસ્ટર્સ તથા ઓવરઓલ ૧૦૧મું ટાઇટલ છે. ફેડરર પોતાની કારકિર્દીમાં ૨૦ ગ્રાન્ડ સ્લેમ પણ પોતાના નામે કરી ચૂક્યો છે. એટીપી રેન્કિંગમાં પાંચમા ક્રમે રહેલા ફેડરરે પ્રથમ સેટને જીતવા માટે ૨૪ મિનિટનો સમય લીધો હતો.

કારકિર્દીમાં ૫૦મી માસ્ટર્સ ફાઇનલ રમનાર ફેડરર સૌથી પહેલાં ૧૯૯૯માં મિયામી ઓપનમાં રમ્યો હતો. ટાઇટલ જીતીને ફેડરરે છેલ્લા કેટલાક સમયથી તેની ટીકાઓ કરી રહેલા ટીકાકારોને સણસણતો જવાબ આપ્યો હતો જેઓ ફેડરરને વારંવાર નિવૃત્તિ લેવાની સલાહ આપી રહ્યા હતા. ૨૦ વર્ષ પહેલાં મિયામી ઓપનમાં વાઇલ્ડ કાર્ડથી રમેલા ફેડરરે ૨૦૦૫, ૨૦૦૬ તથા ૨૦૧૭માં આ ટૂર્નામેન્ટ જીતી હતી. ચાલુ વર્ષે બે ટૂર્નામેન્ટ જીતનાર ફેડરર પ્રથમ ખેલાડી છે અને ચાલુ વર્ષે તેણે ૨૦ મેચોમાં ૧૮ વિજય અને બે પરાજયના પરિણામ મેળવ્યા છે. માર્ચ મહિનાની બીજી તારીખે ફેડરરે દુબઇ ઓપનનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. તે પહેલાં ફેડરર ઇટાલિયન ઓપનમાં રનર્સ-અપ બન્યો હતો. આ ટાઇટલ જીતવાની સાથે ફેડરરને રેન્કિંગમાં એક સ્થાનનો ફાયદો થયો છે અને હવે તે ચોથા ક્રમે પહોંચ્યો છે. જોકોવિચે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post 28મું માસ્ટર્સ ટાઇટલ જીતવાની સાથે ફેડરર ‘101 નોટઆઉટ’ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/28th-masters-title-win/
via Best Gujarati News