દિલ્હીના કેપિટલ્સની સામે સોમવારના રોજ મોહાલીમાં રમાયેલ આઇપીએલ મેચમાં હેટ્રિક લઇ ક્રિકેટ જગતમાં સનસનાટી ફેલાવનાર 20 વર્ષના સેમ કુરેન ઝિમ્બાબ્વેના પૂર્વ ક્રિકેટર કેવિન કુરેનના દીકરા છે. પહેલી હેટ્રિક બાદ આખી દુનિયાની નજર સૈમ કુરેન પર ટકેલી છે. જો કે બહુ ઓછા લોકો જાણે છે કે સૈમ 10 વર્ષની ઉંમરથી આઇપીએલમાં દેખાઇ રહ્યો છે. ટીવી સ્ક્રીન પર જોયા બાદ તેને પણ આ ટુર્નામેન્ટમાં રમવાનું સપનું જોયું હતું.

સૈમ કુરેને આઇપીએલ-12ની 2 મેચોમાં એક હેટ્રિકની સાથે 6 વિકેટ લઇ ક્રિકેટ પ્રેમીઓનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી લીધું છે. આની પહેલાં તેની કેરિયરની વાત કરીએ તો સૈમ કુરેને 49 ટી-20 રમી છે, જેમાં તેણે 48 વિકેટ ઝડપી લીધી છે. આ દરમ્યાન તેણે બે વખત 4-4 વિકેટ પણ લીધી. આ સિવાય સૈમ કુરેન ઇંગ્લેન્ડ માટે અત્યાર સુધી 9 ટેસ્ટ મેચ રમ્યો છે જેમાં તેણે 15 વિકેટ પ્રાપ્ત કરી છે. બે વનડેમાં બે વિકેટ તેના નામે છે. ઓલરાઉન્ડર કુરેનએ અત્યાર સુધી ટચી-20 ઇન્ટરનેશનલમાં પદાર્પણ કર્યું નથી.

તેની પ્રતિભાને જોતા સોમવારે આઇપીએલ મેચમાં પંજાબના કેપ્ટન આર.અશ્વિને તેને ઓપનિંગ માટે મોકલ્યો. સેમે 10 બોલ રમી 20 રન બનાવ્યા. આની પહેલાં સેમે ઇંગ્લેન્ડમાં રમતા 9 ટેસ્ટ મેચમાં 32ની સરેરાશથી 454 રન પણ બનાવ્યા છે. તેમાં ત્રણ અડધી સદી સામેલ છે.

હેટ્રિક લઇ આઇપીએલમાં રચ્યો ઇતિહાસ
સૈમ કુરેન આઇપીએલના ઇતિહાસમાં સૌથી ઓછી ઉંમરમાં હેટ્રિક લેનાર ખેલાડી બની ગયા છે. તેમણે આ ઉપલબ્ધિ 20 વર્ષ અને 302 દિવસમાં પ્રાપ્ત કરી. આની પહેલાં આ રેકોર્ડ રોહિતના નામે નોંધાયો હતો જેમણે 22 વર્ષ 6 દિવસમાં હેટ્રિક ફટકારી આ કારનામું કર્યું હતું.

ઇંગ્લેન્ડની ટીમ વતી રમે છે સૈમ
સૈમ હાલમાં ઇંગ્લેન્ડની ટીમમાંથી રમે છએ. જૂન 2018મા 20 વર્ષથી ઓછી ઉંમરમાં જ તેમણે ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં પોતાનું નામ નોંધાવી સૌને ચોંકાવી દીધા હતા. જૂન 2018મા તેમણે પાકિસ્તાનની વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝમાં ડેબ્યૂ કર્યું. ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં સૌથી ઓછી ઉંમરમાં ડેબ્યુ કરનાર સૈમ બીજા ખેલાડી હતા. આ કેસમાં નંબર એક પર ટોન લૉક એ 17 વર્ષ 8 દિવસમાં ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું.

ઝિમ્બાબ્વેની ટીમમાંથી રમતા હતા પિતા
સૈમના પિતા શરૂઆતથી જ ક્રિકેટથી જોડાયેલા રહ્યા છે. સૈમની ક્રિકેટ પાછળ જોડાણનો એક પારિવારિક પૃષ્ઠભૂમિ છે. સૈમ કુરૈનના દાદાના સમયથી પરિવારના સભ્ય ક્રિકેટ રમી રહ્યા છે. પહેલાં તેમના દાદા પછી તેમના પિતાએ પણ ક્રિકેટમાં પોતાનું કિસ્મત અજમાવ્યું અને ઝિમ્બાબ્વે માટે ટેસ્ટ અને વનડે ક્રિકેટ રમ્યા.

ત્રણ ભાઇ, ત્રણેય ક્રિકેટર
સૈમ ત્રણ ભાઇઓમાં સૌથી નાનો છે અને દિલચસ્પ વાત એ છે કે ત્રણેય ભાઇ ક્રિકેટના મેદાનમાં ઉતરી ચૂકયા છે. સેમનો મોટો ભાઇ ટોમ કુરેન ઇંગ્લેન્ડની ટીમમાંથી રમે છે. તે આઇપીએલમાં કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમમાંથી રમી ચૂકયો છે. તેનાથી પણ એક મોટો ભાઇ બેન કુરેન મેલબર્ન ક્રિકેટ કલબની તરફથી ક્રિકેટ રમે છે.

સૈમએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે 2008મા જ્યારે આઇપીએલ શરૂ થઇ તો તે પોતાના પિતાની સાથે ઘરની પાછળ ક્રિકેટ રમતો હતો. તે સમયે અંદાજે 10 વર્ષનો હતો. તે જણાવે છે કે જ્યારે આઇપીએલ શરૂ થઇ ત્યારે હું ઘરની પાછળના ભાગમાં પિતાની સાથે ક્રિકેટ રમતો હતો. હું તે સમયે શીખી રહ્યો હતો. સાથો સાથ ટીવી સ્ક્રીન પર મોટા ખેલાડીઓનો શૉટ, વિકેટ લેતા જોતો અને કેટલાંકને શાનદાર ફિલ્ડિંગ કરતાં જોતો હતો.

સૈમે આગળ જતા માત્ર પોતાનું સપનું જ પૂરું કર્યું નથી પરંતુ આઇપીએલ 12મા હેટ્રિક ફટકારી ઇતિહાસ પણ રચી દીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post 20 વર્ષના ક્રિકેટરે IPL 2019માં વાગાડ્યો ડંકો – 3 ભાઇ, ત્રણેય ક્રિકેટર appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/sam-curran-claim-young-player-hetrick-of-ipl-2019/
via Best Gujarati News