સામાન્ય રીતે એક મજુરનું નામ પડતા જ અભણ કે સામાન્ય શિક્ષણ જ્ઞાન ધરાવતો કોઈ ગરીબડો ચહેરો નજર સામે તરી આવે. પરંતુ બિહારના એક મજૂરે તેની એક આગવી લાક્ષણિકતાએ સૌકોઈને ચોંકાવી દીધા છે. બિહારના એક ગ્રામણી મજૂર ફાકડું અંગ્રેજી બોલતો જોવા મળે છે.

તાજેતરમાં જ ઑનલાઇન વાયરલ થયેલા આ વીડિયોમાં બિહારના એક મજૂરે જ્યારે કડકડાટ અંગ્રેજી બોલ્યુ તો પત્રકારો સહિત સૌ કોઈ ચોકી ગયા હતા.

એક જાણીતિ વેબસાઈટના પત્રકાર સાથેની વાતચીતમાં આ મજૂર કડકડાટ અંગ્રેજી બોલતો નજરે પડે છે. એક સવાલના જવાબમાં મજૂર કહે છે’ આઈ વોન્ટ ટુ વર્ક’. આ સાંભળતાની સાથે જ પત્રકારના મોઢામાંથી પણ નિકળી જાય છે કે…. અરે અંગ્રેજી!!!! આટલું ઓછું હોય તેમ આ મજૂર તેનો પણ જવાબ અંગ્રેજીમાં જ આપે છે અને કહે છે ‘યસ વ્હાય નૉટ’.

આ મજૂર ભાગલપુર યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ છે. તે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે નરેન્દ્ર મોદીની સરખામણી પણ કરે છે. તે કહે છે ‘પીએમ મોદી ઇઝ બેસ્ટ ઇન મૉર્ડન ટાઇમ, બટ ઇન એન્સિએન્ટ ટાઇમ, એટ ધેટ ટાઇમ ઇન્દિરા વોઝ બેસ્ટ’

મજૂરનું કડકડાટ અંગ્રેજી સાંભળીને ત્યાં હાજર લોકોની ભીડ તો ચોંકી ઉઠે છે. આ ઑનલાઇન વીડિયોને અત્યાર સુધીમાં વીસ લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. 5,000થી વધારે કૉમેન્ટ આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આ મજૂર બોલે છે ફાકડું અંગ્રેજી, સાંભળીને તમે પણ રહી જશો દંગ… Video appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/bihar-english-fluency-of-this-labour-will-stun-you/
via Best Gujarati News