હવે રાહુલ ગાંધીની ડિગ્રીને લઈને વિવાદ, MA થયા વગર Mphil કેવી રીતે કરી લીધું?
દેશમાં લોકસભાની ચૂંટણીના ગરમાવા વચ્ચે હવે નેતાઓની ડિગ્રીઓનો મુદ્દાએ પણ જોર પકડ્યું છે. પહેલા ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની ડિગ્રીને લઈને હોબાળો થયો હતો. ત્યાર બાદ હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સભ્યાસનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
સ્મૃતિ ઈરાનીનો બચાવ કરતા કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતાં. અરૂણ જેટલીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ડિગ્રી પર સવાલ ઉઠાવ્યા છે. જેટલીએ શનિવારે લખેલા ફેસબુકમાં બ્લૉગમાં પૂછ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ માસ્ટર્સની ડિગ્રી નથી લીધી તો જણાવે કે કેવી રીતે એમફીલ થઈ ગયા?
One day the focus would be on the BJP candidate’s educational qualification, fully forgetting that a public audit of Rahul Gandhi’s academic credentials may leave a lot to be answered. Afterall, he got an M.Phil without a Masters degree.
— Chowkidar Arun Jaitley (@arunjaitley) April 13, 2019
રાહુલ ગાંધીના સોગંદનામા વિશે સોશિયલ મીડિયામાં ડિબેટ થઈ રહી છે. રાહુલ ગાંધીએ વર્ષ 2004માં અને વર્ષ 2009માં કહ્યું હતું કે તેમણે ટ્રિનિટી કૉલેજમાંથી ઇકોનૉમિક્સમાંથી MPhil કર્યુ છે, જ્યારે વર્ષ 2014માં તેમણે કહ્યું કે તેમણે MPhil ડેવલપમેન્ટલ સ્ટડીસમાંથી કર્યુ છે. રાહુલ ગાંધી વિશે જેટલીએ પોતાના બ્લૉગના સહારે આકરા પ્રહારો કર્યા છે.
અરૂણ જેટલીએ India’s Opposition is on a “Rent a Cause” Campaign હેડિંગ હેઠળ લખેલા બ્લૉગમાં લખ્યું, આજે ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાનીની શૈક્ષણિક લાયકાત વિશે ચર્ચા થઈ રહી છે, પરંતુ રાહુલ ગાંધીની શૈક્ષણિક લાયકાત વિશે કોઈ ચર્ચા નથી. રાહુલ ગાંધીની શૈક્ષણિક લાયકાત અંગે અનેક સવાલો છે. ભલે તેમણે માસ્ટર્સ ડિગ્રી લીધા વગર એમફીલની પદવી મેળવી હોય પરંતુ તેના વિશે કોઈ ચર્ચા નથી, જ્યારે થોડા સમય પહેલાં રાહુલ ગાંધીએ જાતે જ આ વાતનો સ્વીકાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં સ્મૃતિ ઇરાનીએ જ્યારે ઉમેદવારી નોંધાવી ત્યારે તેમણે જણાવ્યું હતું કે તે ગ્રેજ્યુએટ છે, પરંતુ વર્ષ 2019માં સ્મૃતિ કહ્યું હતું કે, તેમણે કૉલેજનો અભ્યાસ પુરા કર્યો નહોતો અને વચ્ચેથી અભ્યાસ અટકાવી દીધો હતો. સ્મૃતિની આ કબૂલાત બાદ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતો કો ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી, ક્યુકી સ્મૃતિજી કભી ગ્રેજ્યુએટ થી.’
આ વીડિયો પણ જુઓ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post હવે રાહુલ ગાંધીની ડિગ્રીને લઈને વિવાદ, MA થયા વગર Mphil કેવી રીતે કરી લીધું? appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/fm-arun-jaitley-raise-question-of-rahul-gandhis-degree/
via Best Gujarati News
0 Comments