જયપુરનાં સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રૉયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં ચેન્નાઈએ શાનદાર બેટિંગ કરતા રાજસ્થાન રૉયલ્સને 4 વિકેટે હરાવ્યું હતુ. આ મેચની અંતિમ ઑવર ઘણી જ રોમાંચક રહી હતી. ચેન્નાઈને અંતિમ ઑવરમાં જીતવા માટે 18 રનની જરૂર હતી. આ દરમિયાન કંઇક એવું થયું જેને જોઇને સૌ કોઈ હસવા લાગ્યું હતુ. આ ઑવરમાં પહેલા બૉલ પર ચેન્નાઈનાં ઑલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ એવો શૉટ માર્યો જેના કારણે તે જમીન પર પડી ગયો હતો. મજાની વાત એ છે કે રાજસ્થાન રૉયલ્સનો બૉલર બેન સ્ટૉક્સ પણ બૉલ ફેંક્યા બાદ પડી ગયો હતો.

ચેન્નાઈને જીતવા માટે અંતિમ ઑવરમાં 18 રનની જરૂર હતી. સ્ટ્રાઇક પર રવિન્દ્ર જાડેજા હતો અને બૉલ સ્ટૉક્સનાં હાથમાં હતી. મેચ જીતવા માટે જાડેજાએ લાંબો શૉટ ફટકારવો જરૂરી હતો અને તેણે તેવું કર્યું પણ ખરી. સ્ટૉક્સે પહેલો બૉલ ઑફ સ્ટંપની બહાર ફેંક્યો. રૂમ બનાવવા માટે જાડેજા લેગ સ્ટંપ પાસે ઉભો હતો, આવામાં જાડેજાએ કંઇક કરીને પોતાનું બેટ બૉલ સુધી પહોંચાડ્યું અને શૉટ લગાવ્યા બાદ પડી ગયો હતો. બૉલ બેટની વચ્ચો વચ્ચ લાગ્યો અને હવામાં ગયો. આ દરમિયાન સ્ટૉક્સ પણ બૉલ ફેંકીને પડી ગયો હતો અને બંને ખેલાડીઓ જમીન પર પડીને બૉલને જોતા રહ્યા. શૉટ એટલો ગજબ હતો કે આ ચેન્નાઈને આ બૉલે છગ્ગો મળ્યો.

ઉલ્લેખનીય છે કે આ મેચમાં રાજસ્થાન રૉયલ્સે પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઑવરમાં 7 વિકેટે 151 રન બનાવ્યા હતા. આ સામાન્ય લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈની 25 રનમાં જ 4 વિકેટ પડી ગઇ હતી, પરંતુ ત્યારબાદ ધોની અને અંબાતિ રાયડૂએ ઇનિંગ સંભાળી અને ટીમને સંકટમાંથી બહાર નીકાળ્યું. ઉલ્લેખનીય છે કે ધોનીનાં IPL કેરિયરની આ 100મી જીત હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post Video: જાડેજાએ મારી અજીબ સિક્સર, એક જ બૉલ પર બૉલર-બેટ્સમેન ભોંય ભેગા appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/jadeja-and-ben-stokes-fall-on-the-ground/
via Best Gujarati News