IPL ખેલાડીઓ પર આતંકી હુમલો થવાનો ખતરો છે. આ જાણકારી સુરક્ષા એજન્સીઓએ આપી છે. જાણકારી આપ્યા બાદ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓનાં જણાવ્યા પ્રમાણે IPL ખેલાડીઓ પર હૉટલ, રૉડ અને પાર્કિંગમાં હુમલો થઇ શકે છે. સુરક્ષા સૂત્રોએ ATS દ્વારા પકડવામાં આવેલા શંકાસ્પદ આતંકવાદીઓની પુછપરછ દરમિયાનની માહિતીને આધાર બનાવ્યું છે. આતંકીઓએ પુછપરછમાં જણાવ્યું હતુ કે તેમણે હૉટલ ટ્રાઇનડેંટથી વાનખેડે સુધીની રેકી કરી હતી. જાણકારી સામે આવ્યા બાદ મુંબઈ પોલીસ એલર્ટ થઇ ગઇ છે. મુંબઈ પોલીસને એલર્ટ પર રહેવા અને ખેલાડીઓની સુરક્ષામાં વધારો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

બીજી તરફ ખેલાડીઓ પર આતંકી હુમલાનાં ખતરાને ધ્યાનમાં લઇને તેમની બસ સાથે એસ્કૉર્ટ માટે માક્સમેન કૉમ્બેટ વાહનોનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત હૉટલ અને સ્ટેડિયમમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. મુંબઈ પોલીસે કોઇપણ ખેલાડીને સુરક્ષા વગર બહાર ના જવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા ન્યૂઝીલેન્ડનાં ક્રાઇસ્ટચર્ચની મસ્જિદમાં થયેલા ગોળીબારમાં બાંગ્લાદેશની ટીમ સદભાગ્યે બચી ગઇ હતી. એક વિડીયો સામે આવ્યો હતો જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું હતુ કે ખેલાડીઓ પોતાનો જીવ બચાવવા ભાગી રહ્યા હતા.

ત્યારબાદ બાંગ્લાદેશની ટીમનાં ખેલાડી તમીમ ઇકબાલે ટ્વિટ કરીને કહ્યું કે, ‘ગોળીબારમાં સંપૂર્ણ ટીમ માંડ માંડ બચી ગઇ. ઘણું ડરામણું હતુ.’ ઘટના બાદ બાંગ્લાદેશનાં વિકેટકીપર મુશફીકર રહીમે પણ ટ્વિટ કર્યું હતુ, ‘ક્રાઇસ્ટચર્ચની મસ્જિદમાં ગોળીબાર દરમિયાન અલ્લાહે અમને બચાવી લીધા. અમે ઘણા ભાગ્યશાળી છીએ. જિંદગીમાં આગળ ક્યારેય આવું જોવા ના મળે. અમારા માટે પ્રાર્થના કરો.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post IPLનાં ખેલાડીઓ આતંકવાદીઓનાં નિશાને, મુંબઈમાં થઈ શકે છે આતંકવાદી હુમલો appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/security-agencies-gave-alert-about-terrorist-attack-on-ipl-cricketers/
via Best Gujarati News