IPL 12: શા માટે અમ્પાયર સાથે બાખડી પડ્યો ધોની? કૉચ ફ્લેમિંગે આપ્યો ખુલાસો
ચેન્નાઈ સુપર કિંગ્સનાં કૉચ સ્ટીફન ફ્લેમિંગે સ્વીકાર કર્યો છે કે નૉ બૉલને લઇને અમ્પાયર સાથે દલીલમાં ઉતરવાને લઇને ધોનીને પ્રશ્નો પુછવામાં આવશે, પરંતુ કેપ્ટનનો બચાવ કરતા ફ્લેમિંગ કહ્યું કે તે ફક્ત સ્પષ્ટીકરણ માંગી રહ્યો હતો. રાજસ્થાન રૉયલ્સ સામે ગુરૂવારનાં IPL મેચમાં નૉ બૉલનાં એક નિર્ણયને લઇને ધોની ડગઆઉટથી નીકળીને અમ્પાયર ઉલ્હાસ ગાંધી સાથે દલીલ કરવા લાગ્યો હતો.
ફ્લેમિંગે મેચ બાદ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે, “તે એ નિર્ણયથી નારાજ હતો કે નૉ બૉલ કહીને તે નિર્ણયને કેમ બદલવામાં આવ્યો. તે સ્પષ્ટીકરણ ઇચ્છતો હતો. સામાન્ય રીતે તે આવું નથી કરતો અને મને ખબર છે કે આવનારા સમયમાં તેને વારંવાર આ પ્રશ્ન પુછવામાં આવશે.” ધોની પર આ ઘટનાને લઇને 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો. ફ્લેમિંગે કહ્યું કે, “કેટલીક અણસમજ થઇ હતી. અમને લાગ્યું કે બૉલિંગનાં છેડે એમ્પાયરે નૉ બૉલ કહ્યું છે. એ અસમંજસ રહી કે નૉ બૉલ છે કે નહીં?.”
ફ્લેમિંગે કહ્યું કે, “એમએસ ધોની સ્પષ્ટીકરણ મેળવવા ઇચ્છતો હતો જે મળી નહોતુ રહ્યું. આ માટે તે અમ્પાયર સાથે વાત કરવા લાગ્યો. હું નથી કહી શકતો કે આ યોગ્ય છે કે નહીં, પરંતુ નિર્ણયને લઇને આ અસમંજસ યોગ્ય નહોતી.” ઉલ્લેખનીય છે કે રાજસ્થાન સામેની મેચમાં ધોનીએ પોતાના સ્વભાવથી વિપરીત ગુસ્સો કર્યો અને ડગ આઉટથી બહાર નીકળીને અમ્પાયર સાથે ઝઘડો કરવા લાગ્યો.
અમ્પાયર ઉલ્હાસ ગાંધેએ બેન સ્ટૉક્સનાં બૉલને નૉ બૉલ આપ્યો હતો, પરંતુ સ્ક્વેયર લેગ અમ્પાયર સાથે સલાહથી નિર્ણય બદલ્યો. ધોની પર આ મામલે 50 ટકા મેચ ફીસનો દંડ ફટકારવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post IPL 12: શા માટે અમ્પાયર સાથે બાખડી પડ્યો ધોની? કૉચ ફ્લેમિંગે આપ્યો ખુલાસો appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/stephen-fleming-gave-explanation-about-why-ms-dhoni-got-angry-on-umpire/
via Best Gujarati News
0 Comments