KKR સામેની મેચ પહેલા જ દિલ્હીને મોટો ઝાટકો, ઇજાગ્રસ્ત થતા ધાકડ ખેલાડી IPLમાંથી બહાર
કોલકાતા નાઇટ રાઇડર્સ સામે આજે શુક્રવારનાં રોજ થનારી મેચ પહેલા દિલ્હી કેપિટલ્સને મોટો ઝાટકો લાગ્યો છે. દિલ્હી માટે ઑલરાઉન્ડરની ભૂમિકા નીભાવનારો ભારતીય ખેલાડી હર્ષલ પટેલ ઇજાગ્રસ્ત થવાનાં કારણે IPLની આખી સીઝનમાંથી બહાર થઇ ગયો છે. આ સીઝનમાં હર્ષલે દિલ્હી તરફતી 2 મેચોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન બૉલિંગમાં તેનુ પ્રદર્શન શાનદાર રહ્યું. દિલ્હી કેપિટલ્સનાં મુખ્ય કૉચ રિકી પૉન્ટિંગે શુક્રવારનાં રોજ હર્ષલ પટેલને લઇને કહ્યું કે, “કિંગ્સ ઇલેવન પંજાબ સામેલ મેચ દરમિયાન હર્ષલ પટેલ જમણા હાથમાં ફ્રેક્ચરની સમસ્યા સામે આવી હતી. આ કારણે ટૂર્નામેન્ટની બાકીની મેચોમાં તે ભાગ લે તે મુશ્કેલ લાગી રહ્યું છે. અત્યારે તેને રેસ્ટની જરૂર છે.”
પૉન્ટિંગે ટીમનાં એક અન્ય યુવા કેલાડી મનજોત કાલરાની ઇજા વિશે પણ જણાવ્યું છે. દિલ્હી માટે IPLની આ સીઝન અત્યાર સુધી ઠીકઠીક રહી. દિલ્હીને શરૂઆતની 6 મેચોમાંથી 3માં જીત અને 3માં હાર મળી છે. કોલકાતા નાઇટ રાઇડર્સ બાદ દિલ્હી રવિવારનાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. પ્લેઑફમાં જગ્યા બનાવવા માટે દિલ્હીએ આ બંને મેચો જીતવા ઇચ્છશે. દિલ્હીનો કેપ્ટન શ્રેયસ ઐયર આ સીઝનમાં શાનદાર બેટિંગ કરી રહ્યો છે. ગત મેચમાં RCB સામે ઐયરે મેચ વિનિંગ ઇનિંગ રમી હતી.
KKR સામે આ સીઝનમાં રમાયેલી પહેલી મેચ દરમિયાન પૃથ્વી શૉ સદી ચુકી ગયો હતો અને 99 રનનાં સ્કૉર પર કેચ આઉટ થઇને પેવેલિયન પહોંચ્યો હતો. આ ઉપરાંત ઋષભ પંત, શ્રેયસ ઐયર, કૉલિન ઇન્ગ્રામ અને શિખર ધવનનાં પ્રદર્શન પર નજર રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post KKR સામેની મેચ પહેલા જ દિલ્હીને મોટો ઝાટકો, ઇજાગ્રસ્ત થતા ધાકડ ખેલાડી IPLમાંથી બહાર appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/harshal-patel-and-manjot-kalra-out-from-ipl/
via Best Gujarati News
0 Comments