IPLમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ કોલકાતાનાં ઇડન ગાર્ડન્સમાં ટકરાવાઇ. દિલ્હીએ ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી છે.

  • શિખર ધવને અણનમ 97 અને કોલિન ઇન્ગ્રામે 14 રન બનાવીને દિલ્હીને જીત અપાવી.
  • ઋષભ પંત 46 રન બનાવીને નીતીશ રાણાની બૉલિંગમાં થયો આઉટ.
  • પ્રસિદ્ધ ક્રિષ્નાએ પૃથ્વી શૉને 14 અને રસેલે શ્રેયસ ઐયરને 4 રને આઉટ કરીને કોલકાતાને મોટી સફળતા અપાવી.

  • કોલકાતાએ 20 ઑવરમાં 7 વિકેટે 178 રન બનાવ્યા. પિયૂષ ચાવલા 14 અને કુલદીપ યાદવે 2 રન બનાવ્યા.
  • કિમો પૉલે કાર્લોસ બ્રેથવેઇટને 6 રને આઉટ કર્યો.
  • આન્દ્રે રસેલ 21 બૉલમાં 45 રન બનાવીને આઉટ થયો. તેણે 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. ક્રિસ મોરિસે તેની વિકેટ ઝડપી.
  • રબાડાએ કાર્તિકને 2 રને આઉટ કર્યો.
  • કિમો પૉલે શુભમન ગિલને આઉટ કર્યો. શુભમને 39 બૉલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગામી મદદથી 65 રન બનાવ્યા.
  • ક્રિસ મોરિસે નીતીશ રાણાને 11 રને બૉલ્ડ મારીને દિલ્હીને મોટી સફળતા અપાવી. 
  • રબાડાએ ઉથપ્પાને 28 રન પર આઉટ કરીને દિલ્હીને બીજી સફળતા અપાવી.
  • ઇશાંત શર્માએ પહેલા જ બૉલે જોઇ ડેન્લીને બૉલ્ડ કર્યો.
  • દિલ્હીએ સંદીપ લિમિછાનેની જગ્યાએ કિમો પૉલને ટીમમાં સામેલ કર્યો છે.
  • કોલકાતાએ લૉકી ફર્ગ્યુસન, કાર્લોસ બ્રેથવેટ અને જોઇ ડેન્લીને ટીમમાં સામેલ કર્યા છે.

આ સીઝનમાં બંને ટીમો 30 માર્ચનાં રોજ ટકરાઈ હતી જેમાં સુપરઑવરમાં રબાડાનાં યૉર્કરની મદદથી દિલ્હીએ જીત મેળવી હતી. અત્યાર સુધી બંને ટીમો 24 વખત એક-બીજા સામે ટકરાઇ ચુકી છે, જેમાં કોલકાતાનો 13 અને દિલ્હીનો 10 મેચોમાં વિજય થયો છે. આ સીઝનમાં અત્યારે કોલકાતાની ટીમ 6 મેચમાં 4 જીત સાથે પોઇન્ટ ટેબલમાં બીજા નંબરે છે, તો દિલ્હીની ટીમ 6 મેચમાં 3 જીત સાથે છઠ્ઠા સ્થાને છે.

દિલ્હી માટે ઑપનર શિખર ધવનું ખરાબ ફૉર્મ ચિંતાનો વિષય છે. જો કે તેમ છતા પણ દિલ્હી શિખર ધવન અને પૃથ્વી શૉને ઑપનિંગ કરાવશે. દિલ્હી પાસે મિડિલ ઑર્ડરમાં શ્રેયસ ઐયર, ઋષભ પંત અને કોલિન ઇન્ગ્રામ જેવા શાનદાર બેટ્સમેન છે. ઑલરાઉન્ડરમાં ક્રિસ મોરિસ અને અક્ષર પટેલ પર આધાર રહેશે. બૉલિંગમાં ઇશાંત શર્મા, કાગિસો રબાડા અને ટ્રેટં બૉલ્ટ જેવા ઘતાક બૉલર્સ અને સ્પિનર્સમાં અમિત મિશ્રાને દિલ્હી મેદાને ઉતારી શકે છે.

બીજી તરફ કોલકાતામાં દિનેશ કાર્તિક, આન્દ્રે રસેલ, ક્રિસ લીન, સુનીલ નરેન, રોબિન ઉથપ્પા અને નીતીશ રાણા જેવા ધાકડ ખેલાડીઓ જીતને પોતાની તરફ ખેંચી લાવવા માટે સક્ષમ છે.

ટીમ

કોલકાતા: રોબીન ઉથપ્પા, નીતીશ રાણા, દિનેશ કાર્તિક (કેપ્ટન), શુભમન ગિલ, આન્દ્રે રસેલ, પિયુષ ચાવલા, પ્રસિદ્ધ ક્રિષ્ના, કુલદીપ યાદવ, લૉકી ફર્ગ્યુસન, કાર્લોસ બ્રેથવેટ, જોઇ ડેન્લી

દિલ્હી: શિખર ધવન, પૃથ્વી શૉ, શ્રેયસ ઐયર (કેપ્ટન), ઋષભ પંત, કૉલીન ઇન્ગ્રામ, ક્રિસ મૉરિસ, અક્ષર પટેલ, રાહુલ તેવટિયા, કાગિસો રબાડા, ઇશાંત શર્મા, કિમો પૉલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post KKRvsDC: દિલ્હીનો 7 વિકેટે વિજય, ધવને અણનમ ફટકાર્યા 97 રન appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/live-updates-between-kkrvsdc-match/
via Best Gujarati News