પ્રિયંકા ચોપરા તેની પ્રતિભાના કારણે માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ હોલિવૂડમાં પણ ઘણી ફેમસ છે. ગત વર્ષે તેઓ તેના શાહી લગ્નના કારણે ખૂબ ચર્ચામાં રહી હતી. જ્યારે થોડા દિવસ પહેલા પ્રિયંકાના છૂટાછેડાના સમાચાર પણ વહેતા થયા હતા. એક યૂએસ બેસ્ડ મેગેઝીને એવો દાવો કરતા કવર સ્ટોરી છાપી હતી કે લગ્નના માત્ર 117 દિવસ બાદ આ સેલિબ્રિટી કપલ છેટાછેડા લેવા જઈ રહ્યું છે. આ ખબર બાદ પ્રિયંકા અને નિકના સંબંધો વિશે બધી જગ્યાએ ચર્ચા થવા લાગી. આ વચ્ચે હવે એવી માહિતી મળી છે કે પ્રિયંકા અને નિક હવે આ મેગેઝીન પર કેસ કરવાનું વિચારી રહ્યા છે. તમને બતાવી દઈએ કે ગત વર્ષના અંતે પ્રિયંકા ચોપરાએ અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા.

સૂત્રો મુજબ મેગેઝીનમાં એવી ખબર છાપવામાં આવી હતી કે નિક તેની પત્ની પ્રિયંકાના નખરાઓના કારણે ખૂબજ હેરાન છે. પ્રિયંકા તેની સાથે દરેક બાબતે ઝગડા કરે છે. તેઓ ભલે ઉમરમાં નિકથી મોટી છે પરંતુ પ્રિયંકા 21 વર્ષની છોકરીની જેમ વ્યવહાર કરે છે. નિક તેના આવા વર્તનથી ઘણો પરેશાન છે અને આ કારણે જ બન્ને છૂટાછેડા લેવાનું મન બનાવ્યું છે.

જ્યારે બીજી તરફ પ્રિયંકા ચોપરા સાથે સંકળાયેલ સૂત્રોએ જણાવ્યું કે, પ્રિયંકા હવે આ પ્રકારની ખોટી અફવા અને સમાચાર ફેલાવા સામે કડક પગલા લેવાનું વિચારી રહી છે અને આ બાબતે તેની લિગલ ટીમ સાથે પણ ચર્ચા કરી રહી છે. જ્યારે હવે એવી ખબર મળી છે કે હાલ પ્રિયંકા તેના પતી નિક સાથે મિયામીમાં હોલિડે એન્જોય કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ USની મેગેઝીન પર કરશે કેસ, આ છે કારણ appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/priyanka-chopra-nick-jonas-magazine-sue-divorce-story-bollywood-entertainment/
via Best Gujarati News