આલિયા ભટ્ટની પહેલી કોસ્ટ્યૂમ ડ્રામા ફિલ્મ ‘કલંક’ તેના માટે ઘણી રીતે પડકાર જનક રહી છે. રિપોર્ટ મુજબ આ ફિલ્મમાં આલિયાએ લગભગ 12 કિલોનો ભારે પોશાક પહેર્યો છે. માત્ર આલિયાએ જ નહીં પરંતુ માધુરી અને સોનાક્ષી સિંહાએ પણ ફિલ્મમાં હેવી કોસ્ટ્યૂમ્સ પહેર્યા છે.

રિપોર્ટ મુજબ આલિયાએ 12 કિલોનો ભારે પોશાક સાથે જ્વેલરી અને હેવી મેકઅપ પર કર્યો હતો. આવી પરિસ્થિતિઓમાં હેવી ગેટઅપ સાથે કેરેક્ટરમાં આવતા તેને ઘણો સમય લાગ્યો. રિપોર્ટ મુજબ આ ફિલ્મની શૂટિંગ ગત વર્ષે મે-જૂનની પ્રચંડ ગર્મીમાં થઈ હતી. એવા માહોલમાં એક્ટર્સને કામ કરવામાં ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો.

ઉપરાંત આલિયા માટે વધુ મુશ્કેલીની વાત એ હતી કે તેઓ એક સાથે ત્રણ ફિલ્મોની શૂટિંગ કરી રહી હતી. જેમાં ‘કલંક’, ‘ગલી બોય’ અને ‘બ્રહ્માસ્ત્ર’ સામેલ છે. શૂટિંગ દરમિયાન આલિયાને એક પાત્રથી બીજા પાત્રમાં ટ્રાન્સફર થવા માટે પણ ઘણી મહેનત કરવી પડી હતી. જોકે આલિયાની ‘ગલી બોય’ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે અને આ ફિલ્મને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી નોંધપાત્ર કમાણી કરી છે. ફિલ્મમાં તેના એપોઝીટ રણવીર સિંહ હતો. જ્યારે આલિયાની અન્ય ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં તેની સાથે કથિત બોયફ્રેન્ડ રણબીર કપૂર નજરે આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post આલિયાએ ફિલ્મ ‘કલંક’ માટે 12 કિલોનો ભારે પોશાક પહેરી કાળઝાળ ગર્મીમાં કરી શૂટિંગ appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/alia-bhatt-wore-12kg-costume-in-film-kalank/
via Best Gujarati News