કરીના કપૂર ખાન એવા ટોચના એક્ટર્સમાંથી છે જે કોઈ પણ બ્રાન્ડના પ્રમોશન માટે વધુ ફીસ લે છે. રિપોર્ટ મુબજ કરીના કપૂર ખાને માત્ર એક હેલ્થ ડ્રિંકના એન્ડોર્સમેન્ટ માટે 11 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. આમાં પ્રોમોશૂટ અને માર્કેટિંગ કેમ્પેંન પણ સામેલ છે.

મીડિયા રિપોર્ટ મુજબ હેલ્થ ડ્રિંગ બ્રાન્ડ કરીના કપૂરને એક વર્ષ માટે 11 કરોડ રૂપિયાની ચુકવણી કરી રહ્યું છે. સૂત્રોથી એવી ખબર પણ મળી છે કે હેલ્થ ડ્રિંક બ્રાન્ડ કરીના સાથે ઘણા સમયથી વાટાઘાટ કરી રહ્યું હતું. ત્યારે હવે એવી ખબર મળી છે કે એક વર્ષ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માટે હેલ્થ ડ્રિંક કંપની 11 કરોડ રૂપિયાની ચુકવણી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આ મૂડી ખૂબજ વધુ છે અને બધાને હેરાન કરે એવી છે. કારણ કે રિપોર્ટ મુજબ કરીનાની સમકાલીન અભિનેત્રીઓ સામાન્ય રીતે દરેક બ્રાન્ડ માટે 5-6 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

સૂત્રો મુજબ,‘છેલ્લા 18 વર્ષોમાં કરીના 15થી વધુ બ્રાન્ડ્સનો ચહેરો રહી છે. લગ્ન અને માતા બન્યાં પછી કરીનાની બ્રાન્ડ ઇક્વિટીમાં વધારો થયો છે. પીણાં સામાન્ય રીતે બાળકોને વધુ પસંદ હોય છે. તેથી જ ટીમને લાગ્યું કે કરિના, જે એક માતા પણ છે, તે તેના માટે યોગ્ય છે.’

વર્કફ્રંટની વાત કરીએ તો કરીના કપૂર ખાન ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ની શૂટિંગ કરી રહી છે. આમાં તેઓ અક્ષય કુમાર સાથે કામ કરતા નજરે આવશે. ગુડ ન્યૂઝ શૂટિંગ બાદ કરીના કરણ જેહરની ‘તખ્ત’ની શૂટિંગ કરશે. આ ફિલ્મમાં અલિયા ભટ્ટ, ભૂમિ પેડનેકર, અનિલ કપૂર અને જાહ્યની કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post શું હેલ્થ ડ્રિંકના એન્ડોર્સમેન્ટ માટે કરીના કપૂર ખાન ચાર્જ કરશે 11 કરોડ રૂપિયા? appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/bollywood-actress-kareena-kapoor-khan-may-be-charging-rs-11-cr-for-health-drink-endorsement/
via Best Gujarati News