#Metoo કેમ્પેન ફરી થયું તીવ્ર, લોકોએ આ વખ્તે અજય દેવગનને પૂછ્યા સવાલ
અજય દેવગનની રોમાંટિક કોમેડી ફિલ્મ ‘દે દે પ્યાર દે’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં અજય દેવગન 50 વર્ષના શખ્સનો પાત્ર ભજવી રહ્યો છે. જેને 25 વર્ષની છોકરી(રાકુલ પ્રીત સિંહ) સાથે પ્રેમ થાઈ જાય છે. જ્યારે ‘દે દે પ્યાર દે’માં અભિનેત્રી તબ્બૂ અજયની પત્નીનું પાત્ર ભજવી રહી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા જ લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે પરંતુ બીજી તરફ ‘દે દે પ્યાર દે’ના ટ્રેલરમાં આલોક નાથ નજરે આવતા સોશિયલ મીડિયા પર લોકો ફિલ્મની ટીકા પણ કરી રહ્યાં છે.
સોશિયલ મીડિયા પર યૂઝર્સનું આલોક નાથને લઈ જબરદસ્ત રિકેક્શન જોવા મળી રહ્યું છે. તમને બતાવી દઈએ કે આલોક નાથ પર રાઇટર વિનતા નંદાએ રેપના ગંભીર આરોપ લગાવ્યા છે. પરંતુ ફિલ્મના ટ્રેલરમાં આલોક નાથ નજરે આવતા એક વાર ફરી #MeTooનું કેમ્પેન તીવ્ર બન્યું છે.
સોશિયલ મીડિયા પર યુઝર્સ પ્રોડ્યુસર ભૂષણ કુમાર અને એક્ટર અજય દેવગનથી સવાલ કરી રહ્યા છે કે આખરે ફિલ્મમાં આલોક નાથ કેમ નજરે આવી રહ્યા છે. જોકે ટ્રેલર લોન્ચ દરમિયાન જ્યારે અજય દેવગનને આલોક નાથ વિશે પૂછવામાં આવ્યું તો તેને કહ્યું કે ફિલ્મ આ ઘટનાની પહેલા બનીને તૈયાર હતી. પરંતુ બીજી તરફ સોશિયલ મીડિયા પર લોકો બોલિવૂડ પર બેવડાં ધોરણ અપનાવવાના આક્ષેપો લગાવી રહ્યા છે. તેમને બતાવી દઈએ કે અજયની આ ફિલ્મ ‘દે દે પ્યાર દે’ 17મી મેના રોજ રિલીઝ થવાની છે અને આ ફિલ્મને અકીવ અલીએ ડાયરેક્ટ કરી છે.
ફિલ્મનું ટ્રેલર જોવા માટે વાંચો:
ફિલ્મ દે દે પ્યારનું ટ્રેલર થયું રિલીઝ, મસ્તી અને રોમાન્સનો ઓવરડોઝ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post #Metoo કેમ્પેન ફરી થયું તીવ્ર, લોકોએ આ વખ્તે અજય દેવગનને પૂછ્યા સવાલ appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/ajay-devgn-trolled-on-social-media-after-releasing-de-de-pyar-de-film-trailer/
via Best Gujarati News

0 Comments