અભિનેત્રીની માતાનું સ્ફોટક નિવેદન, કહ્યું- મારે પાકિસ્તાન જતા રહેવું જોઈએ, હું ત્યાં ખુશ રહીશ
બોલીવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની માતા અને સિનિયર અભિનેત્રી સોની રાઝદાને પોતાની આવાનારી ફિલ્મ ‘નો ફાધર્સ ઈન કાશ્મીર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન અભિનેત્રીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સોની રાઝદાને કહ્યું છે કે, ક્યારેક ક્યારેક મને લાગે છે કે મારે પાકિસ્તાન જતા રહેવું જોઈએ.
વાતચીત દરમિયાન સોનીએ કહ્યું હતું કે,, હું જ્યારે પણ કાશ્મીરને લઈને બોલુ છું તો હું ટ્રોલર્સના નિશાને આવી જાવ છું. જો હું પાકિસ્તાન અને કાશ્મીરને લઈને વાત કરૂ તો મને દેશ વિરોધી કહેવામાં આવે છે. મને લોકો દેશદ્દ્રોહી કહે છે. લોકો મને પાકિસ્તાન મોકલવાનું શરૂ કરી દે છે. મને લાગે છે કે કાશ્મીર અને પાકિસ્તાનનું કલ્ચર બેલેંસ ખતમ થઈ ગયું છે.
સોની રાઝદાને કહ્યું કે, ક્યારેક ક્યારેક હું વિચારૂ છું કે, મારે પાકિસ્તાન જતા રહેવું જોઈએ. હું પાકિસ્તાનમાં જઈને ખુબ જ ખુશ રહીશ. ત્યાંનું જમવાનું પણ બોવ જ સારૂ છે. ત્યાંના લોકો પણ મને પસંદ છે. ઘણી વાર ત્યાંના લોકોએ પણ મને કહ્યું છે કે તમે પાકિસ્તાન આવતા રહો. મારા જેવી વિચારધારા ધરાવતા લોકો ઘણા છે. જેથી મને કોઈ જ ફરક નથી પડતો કે કોણ શું કહે છે.
સોનીએ એમ પણ કહ્યું હતું કે, હું જાણું છું કે, જ્યારે પણ કોઈ દેશની બુરાઈ કરે છે તો લોકો તેને સૌથી પહેલા દેશદ્રોહી કહે છે. મને પણ કહેવામાં આવે છે. અમને અમારા દેશ પ્રત્યે પ્રેમ છે, માટે અમે તેની ટીકા પણ કરતા રહીશું. દેશના ગ્રોથ માટે સારા સાથે ખરાબ પણ કહેવું જરૂરી છે.
‘નો ફાધર્સ ઈન કાશ્મીર’ ફિલ્મની વાત કરવામાં આવે તો ફિલ્મમાં કુલભૂષણ ખરબંદા, અંશુમન ઝા, ઝારા વેબ, અશ્વિન કુમાર અને સોની રાઝદાન છે. ફિલ્મનું શૂટિંગ કાશ્મીરમાં થયું છે.
ફિલ્મની વાર્તા બે 16 વર્ષીય બાળકોના જીવન પર આધારીત છે જે પોતાના પિતાને શોધે છે. ફિલ્મ આ સપ્તાહે 5 એપ્રિલે રિલીઝ થવાની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post અભિનેત્રીની માતાનું સ્ફોટક નિવેદન, કહ્યું- મારે પાકિસ્તાન જતા રહેવું જોઈએ, હું ત્યાં ખુશ રહીશ appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/i-will-be-much-happier-in-pakistan-i-like-the-food-too-soni-razdan/
via Best Gujarati News
0 Comments