જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલા બાદ પાકિસ્તાન પર સતત આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યો છે. દેશમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલ વ્યક્તિઓ અને સંગઠનો સામે UNSC 1267 પ્રતિબંધોને અમલમાં લેવા માટે પાકિસ્તાને શુક્રવારે દિશા નિર્દેશ જાહેર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન તેની સરહદ અંદર ચાલી રહેલા આતંકી સંગઠનોના કારણે વૈશ્વિક દબાણનો સામનો કરી રહ્યો છે. જોકે દુનિયાને બતાવવા માટે પાકિસ્તાને પહેલા પણ આતંકવાદી સંગઠનો અને સંકળાયેલ વ્યક્તિઓ વિરુદ્ધ ઘણી કાર્યવાહી કરી હતી. પરંતુ ભારત સાથે વધતી તંગદિલીને જોતા તેના આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

ગાઇડલાઇન જાહેર કરતા પાકિસ્તાનના વિદેશ વિભાગે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત કરેલ સંગઠન અને લોકો સામે આંતરરાષ્ટ્રીય જવાબદારીને પૂર્ણ કરવા માટે સહયોગ કરશે. વિદેશ સચિવ તહમીના જંજુઆએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રતિબંધો સહિત તેના આંતરરાષ્ટ્રીય કાયદાકીય જવાબદારીઓને પૂર્ણ કરવા માટે પાકિસ્તાનને ઘણું ધ્યાન રાખવાની જરૂર છે.

પાકિસ્તાન કેમ થયું મજબૂર:

નોંધનીય છે કે હાલ પાકિસ્તાની આર્થિક સ્થિતિ ઘણી ખરાબ છે અને તેઓ નાણાકીય કટોકટીથી પસાર થઈ રહ્યો છે. એવામાં ઇમરાન સરકાર સામે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને પટરી પર લાવવા માટે મોટો પડકાર છે. પાકિસ્તાને ફાઈનાન્સિયલ ટાસ્ક ફોર્સ(FATF)એ બ્લેકલિસ્ટમાં મૂક્યો છે. જ્યારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF)થી રાહત પેકેજ મળવું પણ મુશ્કેલ થયું છે. જેથી હવે ઇમરાન સરકાર પશ્ચિમી દેશોથી મદદ લેવા માટે પોતાની છવિ મજબૂત અને સુધારવાની કોશિશ કરી રહ્યો છે.

પાકિસ્તાનના વિદેશ સચિવે આશા વ્યક્ત કરી છે કે સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધોને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે આ દિશા નિર્દેશ બધા સ્ટેકહોલ્ડર્સને તેમની જવાબદારીઓ પૂર્ણ કરવામાં મદદ કરશે. ઉપરાંત તેમને કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ 1267(અલ કાયદા પ્રતિબંધ વ્યવસ્થા) અને સુરક્ષા પરિષદ 1988(તાલિબાન પ્રતિબંધ વ્યવસ્થા)ને અમલમાં મૂકવાના મામલાની દેખરેખ કરવા વાળી નેશનલ કમિટિ દ્વારા આ ગાઇડલાઈનને તૈયાર કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આતંકવાદ પર ઘેરાયું પાકિસ્તાન, UN પ્રતિબંધોને અમલમાં લેવા લીધો આ મોટો નિર્ણય appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/pakistan-will-follow-guidelines-to-implement-unsc-1267-sanctions/
via Best Gujarati News