ચીન તેની મહત્વાકાંક્ષી ‘બેલ્ટ એન્ડ રોડ ઇનિશટિવ(બીઆરઆઈ)’ના માધ્યમથી તેની વૈશ્વિક નિર્ણાયક નૌસેના બનાવવાની કોશિશ કરી રહ્યું છે. એમ પેન્ટાગોને અમેરિકા કોંગ્રેસને કહ્યું છે. તેને ચેતવણી આપી છે કે બેઇજિંગની ‘પ્રતિકૂલ સમજૂતી’ કોઈ દેશની સંપ્રભુતાને એ જ રીતે તેની લપેટમાં લઈ રહી છે. જેવી રીતે ‘એનાકોન્ડા’ તેના શિકારને ઘેરીને ખાય છે.

ઉલ્લેખનીય છે કે ચીન તેની ‘બેલ્ટ એન્ડ રોડ ઇનિશટિવ(બીઆરઆઈ)’ના માધ્યમથી વિવિધ દેશોને માળખાગત પરિયોજનાઓ માટે અબજો ડોલરનું ઋણ આપી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીન આવા દેશોને ઋણ આપીને તેના ચક્રવ્યૂહમાં ફસાવી રહ્યો છે. જેની બહાર નીકળવું તેમના માટે ભારે થઈ જશે.

ચીફ ઓફ નેવલ ઓપરેશન્સ જોન રિચર્ડસને ગુરુવારે કોંગ્રેસની સુનાવણી દરમિયાન સદનની સશસ્ત્ર સેવા સમિતિના સદસ્યોને કહ્યું કે,‘ચીનની બેલ્ટ એન્ડ રોડ પહેલ તેની રાષ્ટ્રીય શક્તિની કૂટનીતિક, આર્થિક, સૈન્ય અને સામાજિક તત્વોનું મિશ્રણ છે. આ વૈશ્વિક રીતે નિર્ણાયક નૌસેના બનાવવાની તેની કોશિશ છે.’ ઉપરાંત તેમને કહ્યું કે,‘ચીનનો મુખ્ય ઉદ્દેશ્ય અન્ય દેશોની નાણાકીય નબળાઈનો ફાયદો ઉઠાવવો છે. તેઓ કોમર્શિયલ પોર્ટ બનાવવાના કરાર અને ઘરેલું સુવિધાઓને ઉન્નત બનાવવાના વાયદા અને રાષ્ટ્રીય માળખાગત પરિયોજનાઓમાં રોકાણ કરવાની વાત કરી રહ્યું છે.’

ઉલ્લેખનીય છે કે ચીનની 60 અબજ ડોલરની ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરીડોર(CPEC) યોજનાથી ભારત-ચીન સંબંધોમાં અવરોધ ઉત્પન્ન થયો છે. ભારતને CPECના પાકિસ્તાનના કબ્જા વાળા કાશ્મીરથી પસાર થવા પર વાંધો છે અને ભારતે ગત વર્ષે ચીન દ્વારા આયોજિત હાઈ પ્રોફાઇલ બેલ્ટ એન્ડ રોડ ફોરમનો બહિષ્કાર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ચીન એનાકોન્ડા જેવો, દુનિયાના દેશોને તેની જાળમાં ફસાવી રહ્યો છે: પેન્ટાગોન appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/pentagon-say-china-is-try-to-create-its-own-global-decisive-naval-force-by-bri/
via Best Gujarati News