એક માસૂમ બાળકીએ દુનિયા આખીનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. સાથે જ તેણે દુનિયાની વરવી વાસ્તવિકતા પણ અહીં દર્શાવી છે. આ ફોટો અમેરિકા-મેક્સિકો સરહદની છે. જ્યાં અમેરિકાના સરહદ પર તૈનાત અધિકારીઓ એક મહિલાની ચકાસણી કરી રહ્યાં હતાં. જ્યારે મહિલાની તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે એક નાની અને માસૂમ બાળકી ચોધાર આંસુએ રડી રહી હતી.

બાળકીની આ તસવીરે ખૂબ જ પ્રસિદ્ધ વોર્લ્ડ પ્રેસ ફોટો એવોર્ડ જીત્યો છે. આ તસવીર ગેટીના ફોટોગ્રાફસ જ્હોન મૂરે દ્વારા ખેંચવામાં આવી હતી. આ તસવીર અંગે જજે કહ્યુ હતું કે,આ એક અલગ પ્રકારની હિંસક લાગણી છે, જેનો સંબંધ માનસશાસ્ત્ર સાથે જોડાયેલો છે.

બે વર્ષની બાળકીની આ તસવીર એટલી જાણીતી બની હતી કે પ્રસિદ્ધ ટાઇમ મેગેઝિને તેને પ્રથમ પાને સ્થાન આપ્યું હતું. મેગેઝિને બાળકીની મૂળ તસવીરને ક્રોપ કરીને તેને ટ્રમ્પની સામે ઉભેલી બતાવી હતી. બાળકીને માતા સાથે વિખુટી પાડવામાં આવ્યાના સમાચાર બાદ દુનિયાભરમાંથી અમેરિકાની બોર્ડરના અધિકારીઓ પર ફિટકાર વરસાવવામાં આવ્યો હતો. જોકે, બાળકીના પિતા હોવાનો દાવો કરનાર એક વ્યક્તિએ જણાવ્યું છે કે તેની દીકરીને તેની માતાથી વિખુટી પાડવામાં આવી ન હતી.

બે વર્ષની બાળકીની માતા ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસવા જતાં મેક્સિકો બોર્ડર પર જ બોર્ડર સુરક્ષા દળોના હાથે ઝડપાઇ ગઈ હતી. સુરક્ષા જવાનો તેની માતાની તલાશી લઈ રહ્યા હતા ત્યારે તેની બે વર્ષની બાળકી રડી પડી હતી. આ તસવીર અમેરિકાની “નો ટોલરન્સ” બોર્ડર ઇમિગ્રેશન નીતિની પ્રતિકરૂપ બની ગઈ હતી. અનેક મીડિયામાં આ તસવીર પ્રસિદ્ધ થયા બાદ ટ્રમ્પ સરકારની બાળકોને માતાપિતાથી વિખુટા કરી દેવાના નિયમ સામે વિરોધનો વંટોળ ઉભો થયો હતો, અને તેના જ પરિણામ બુધવારે ટ્રમ્પે આ નિયમ રદ કરવાની જાહેરાત કરવી પડી હતી.

બાળકીના પિતા ડેનિસ વલેરાએ કહ્યું હતું કે, મારી દીકરી અમેરિકાનીએ બોર્ડર ખાતે બાળકોને માતાપિતાથી વિખુટા પાડવાની ટ્રમ્પની નીતિની પ્રતિકરૂપ બની છે. કદાચ તેણે ટ્રમ્પનું દીલ જીતી લીધું હશે. ડેનિસે એમ પણ કહ્યું હતું કે, બોર્ડર પર તેને મારી પત્નીથી અલગ કરવામાં આવી ન હતી.

ટ્રમ્પ વહીવટતંત્રની “નો ટોલરન્સ” બોર્ડર નીતિની પ્રતિકરૂપ બની ગયેલી આ તસવીર ગેટી ઇમેજના ફોટોગ્રાફર જ્હોન મૂરેએ ક્લિક કરી હતી. આ નીતિ હેઠળ હજારો બાળકોને તેમના માતાપિતાથી અલગ કરી દેવામાં આવ્યા છે. આ તસવીર લીધા બાદ મૂરેએ ઉંડો શ્વાસ લીધો હતો, તે અંદરથી હચમચી ગયો હતો. કદાચ તેની સાથે પ્રથમવાર આવું થયું હતું. ગેટી ઇમેજ માટે ફોટોગ્રાફી કરતો મૂરે આ પહેલા યુદ્ધ, માહામારી તેમજ દુનિયાભરના રેફ્યુજી કેમ્પ્સની ફોટોગ્રાફી કરી ચુક્યો છે. પરંતુ આ કદાચ તેની કારકિર્દીનો સૌથી યાદગાર અને અસરકારક તસવીર છે.

જુઓ આ વીડિયો પણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ચોધાર આંસુએ રડતી માસુમ બાળકીની આ તસવીરને મળ્યો દુનિયાનો શ્રેષ્ઠ એવોર્ડ appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/crying-girl-at-the-border-wins-2019-world-press-photo-awards/
via Best Gujarati News