મોદીને દુનિયાની સલામ, UAE બાદ રશિયા ‘સર્વોચ્ચ નાગરિક સમ્માન’ એવોર્ડથી નવાજશે
સંયુક્ત અરબ અમીરાત(યુએઈ) બાદ હવે રશિયાએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આપવાનો નિર્ણય કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ રશિયન એમ્બેસી તરફથી જાહેર કરવામાં આવેલ એક નિવેદનમાં કહ્યું કે,‘ભારતના વડાપ્રધાનને ભારત અને રશિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને અભૂતપૂર્વ તરીકે આગળ વધારવા માટે રશિયાના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર(ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રયૂ ધ એપોસ્ટલ)થી સન્માનિત કરવામાં આવશે.’
On April 12, @narendramodi was decorated with the Order of St Andrew the Apostle for exceptional services in promoting special & privileged strategic partnership between
and
and friendly relations between the Russian and Indian peoples.@mfa_russia @MEAIndia @IndEmbMoscow pic.twitter.com/jUFt5aawxw
— Russia in India (@RusEmbIndia) April 12, 2019
ઉલ્લેખનીય છે કે 4થી એપ્રિલે યુએઈએ પણ પીએમ મોદીને તેમના ત્યાંનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી. યુએઈના ક્રાઉન પ્રિંસ તરફથી આપવામાં આવેલ એક નિવેદનમાં કહ્યું હતું કે,‘બન્ને દેશો વચ્ચે સંબંધોને મજબૂત કરવા માટે મારા મિત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વની ભૂમિકા ભજવી છે.’ ઉલ્લેખનીય છે કે આ પહેલા દક્ષિણ કોરિયા, સાઉદી અરેબિયા અને યુએનમાં પણ પીએમ મોદીએ કેટલાક મહત્વના સન્માનથી નવાજવામાં આવ્યા છે.
દક્ષિણ કોરિયાએ કહ્યું હતું કે,‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છવિ આજે એક ગ્લોબલ લીડર તરીકે પ્રકાશિત થઈ રહી છે. સાથે બન્ને દેશોના સંબંધ વધુ સારા થયા છે.’ ઉલ્લેખનીય છે કે યુએન તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંયુક્ત રાષ્ટ્ર તરફથી ‘ચેમ્પિયન ઓફ અર્થ’નો સન્માન આપ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post મોદીને દુનિયાની સલામ, UAE બાદ રશિયા ‘સર્વોચ્ચ નાગરિક સમ્માન’ એવોર્ડથી નવાજશે appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/russia-will-honored-pm-modi-with-highest-civilian-award/
via Best Gujarati News
and
and friendly relations between the Russian and Indian peoples.
0 Comments