સ્વીડનમાં હાલના દિવસોમાં એક શબ્દ ઘણો લોકપ્રિય થઇ રહ્યો છે – ફ્લિગ્સકૈમ એટલે કે ફ્લાઇટ શેઇમ. આ એ અહેસાસને અભિવ્યક્ત કરે છે, જે હવાઇ સફર કરી રહેલા લોકોના મનમાં પર્યાવરણથી થતા નુકશાનને લઇને થાય છે. જે રીતે કદાચ, પરીક્ષા પહેલાં રમતા રહીને નહીં વાંચવાની ગ્લાનિ કે પછી તેનાથી વધુ કંઇક. આ સામુહિક ગ્લાનિનું પરિણામ એ થયું કે સ્વીડનમાં હવે વધુને વધુ લોકો, ખાસ કરીને યુવાનો પ્રવાસ કરવા માટે વિમાનને બદલે ટ્રેન પસંદ કરી રહ્યા છે, જેથી અંતરાત્મામાં ડંખ ન રહે.

વિમાનને બદલે ટ્રેનને પ્રોત્સાહન આપવાની ઝૂંબેશ સ્વીડનની 16 વર્ષની પર્યાવરણ યોધ્ધા ગ્રેટા થુનબર્ગ પણ ચલાવી રહી છે, જેણે શુક્રવારે પર્યાવરણ માટે સ્કુલમાં હડતાલ પાડી દુનિયાભરના યુવાનોને ઢંઢોળ્યા છે અને હવે દુનિયાના કેટલાય દેશોમાં કિશોર – કિશોરી પર્યાવરણ માટે શાળા છોડીને પ્રદર્શન કરી રહ્યા છે. વીતેલા દિવસોમાં ગ્રેટા થૂનબર્ગ ભલે ઇકોનોમિક ફોરમ માટે દાવોસ ગઇ હોય કે જળવાયુ સંમેલન માટે પોલેન્ડના કાટોવિત્સે, તેમણે ટ્રેનથી જ સફર કરી છે.

ગ્રેટાથ્માંથી પ્રેરણા લઇ સાર્વજનિક જીવનના ઘણા મહત્વના લોકો #stayonthegroundનું સમર્થન કરી રહ્યા છે. સ્વીડનના સ્પોર્ટ કોમેન્ટેટર બ્યોર્ન ફેરીએ કહ્યું છે કે તેઓ પ્રતિસ્પર્ધાઓમાં ટ્રેનથી જ જશે, તો સ્વીડિશ ફિલ્મ ઉદ્યોગના 250 લોકોએ ફિલ્મ નિર્માતાઓને અપીલ કરી છે કે તેઓ વિદેશોમાં થનારી શૂટિંગ પર નિયંત્રણ કરે. ઇન્સ્ટાગ્રામ પર એક બેનામી એકાઉન્ટ એ સેલેબ્રિટીની ટીકા કરી રહ્યા છે, જેઓ દૂરસુદૂર વિસ્તારોના પ્રવાસને પ્રોત્સાહન આપે છે. તેના 60000 ફોલોવર છે.

સ્કૈડેનેવિયામાં સ્થિતિ સ્વીડન પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. તેના સૌથી ઉત્તરમાં સ્થિત શહેર કિરુના ફ્રાંસના કોટ જે આજુરથી 4000 કિલોમીટર દૂર છે. દેશની સારી આર્થિક સ્થિતિ અને લોકોની ઉચ્ચ રહેણીકહેણીને કારણે ચાર્ટર ટુરિઝમ વધી રહ્યું છે અને કિફાયતી એરલાઇન્સ ઉદ્યોગનો પ્રસાર થયો છે અને સ્વીડનના લોકો હવાઇ યાત્રા કરનારા ટોચના પ્રવાસીઓમાં સ્થાન પામી રહ્યા છે.

ગોથેનબર્ગના સંશોધકોએ ગયા વર્ષે જોયું કે ફ્લાઇટથી સ્વીડનના લોકોનું પ્રતિ વ્યક્તિ કાર્બન ઉત્સર્જન 1990થી 2017ની વચ્ચે વિશ્વના સરેરાશનો પાંચ ઘણું હતું. સ્વીડનના લોકોની ચિંતા નક્કર આંકડા પર આધારિત છે. અભ્યાસ અનુસાર 1990થી સ્વીડનના હવાઇ યાત્રા ઉત્સર્જનમાં 61 ટકાનો વધારો થયો છે. સ્વીડનના હવામાન વિભાગના મતે દેશમાં સરેરાશ તાપમાન વિશ્વની સરેરાશથી બે ઘણી વધુ ઝડપથી વધી રહ્યું છે. હવાઇ યાત્રામાં દર કિલોમીટરે 285 કિલોગ્રામ, કારમાં 158 ગ્રામ અને ટ્રેનમાં 14 ગ્રામનું ઉત્સર્જન થાય છે.

64 ટકા સ્વીડિશ લોકોએ પર્યાવરણને બચાવવા હવાઇ યાત્રા ઘટાડી

સ્વીડનના લોકો આ આંકડાથી ચિંતીત છે, માર્ચમાં વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફાઉન્ડેશનના એક સર્વેમાં કહેવાયું છે કે પર્યાવરણ પર હવાઇ યાત્રાઓની અસરને ઓછી કરવા માટે દર પાંચમો સ્વીડનવાસી વિમાનને બદલે ટ્રેનમાં સફર કરી રહ્યો છે. તેમાં મહિલાઓ અને યુવાનોની સંખ્યા વધુ છે. વીતેલા દિવસોમાં દેશના મુખ્ય ટુરિઝમ મેગેઝીનમાં પ્રકાશિત સર્વે અનુસાર ગયા વર્ષે વિદેશી યાત્રાઓમાં ઘટાડો કરનારા લોકોમાંથી 64 ટકાએ એ ઘટાડો પર્યાવરણની ચિંતાને કારણે કર્યો હતો.

સરકારે પણ નાઇટ ટ્રેન દોડાવવાની યોજના ઘડી કાઢી

આ ટ્રેન્ડ પર સ્વીડનની રેલવે કંપની પણ પ્રતિક્રિયા આપી રહી છે. રાષ્ટ્રીય રેલવે કંપની એસજે એ શિયાળામાં પ્રવાસીઓમાં 21 ટકાના વધારો થયાનો હેવાલ આપ્યો છે. સરકારે પણ સ્વીડનના શહેરો અને મહત્વના યુરોપિયન શહેરોની વચ્ચે ફરીથી નાઇટ ટ્રેન દોડાવવાની યોજનાની જાહેરાત કરી છે. આ વર્ષે હવાઇ યાત્રાઓમાં 3.2 ટકાનો ઘટાડો થવાનું અનુમાન છે. જો કે ફ્લાઇટ શેઇમની સ્વીડન જેવી અસર અત્યાર સુધી પડોશી દેશોમાં જોવા મળતી નથી, પરંતુ ફિનલેન્ડે પોતાનો એક શબ્દ ઘડી કાઢયો છે. તે તેને લૈટોહેપિયા કહી રહ્યા છે. દુનિયાના બીજા ભાગના લોકો #flyingless કે #stopflyingથી કામ ચલાવી રહ્યા છે.

જુઓ આ વીડિયો પણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post બોલો!!! પ્લેનમાં મુસાફરી કરવામાં પણ શરમ અનુંભવે છે આ દેશના લોકો appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/flight-shame-has-swedes-people-rethinking-air-travel/
via Best Gujarati News