ચીન-PAKને અમેરિકાએ રોકડું પરખાવ્યું, ‘મિશન શક્તિ’ યુદ્ધ નહીં પણ ભારતનો અધિકાર
ભારતે અવકાશમાં ASATનું પરિક્ષણ કરતા જ ચીન અને પાકિસ્તાન ફફડી ઉઠ્યાં છે. બંનેએ દુનિયાભરમાં આ મામલે કાગારોલ મચાવી દીધી હતી. પરંતુ અમેરિકાએ ભારતનો ખુલ્લેઆમ બચાવ કર્યો છે. અમેરિકાએ ભારતનો પક્ષ લેતા કહ્યું છે કે, ભારતે અવકાશમાં ઉભા થયેલા પડકારોને ધ્યાનમાં રાખીને એન્ટિ સેટેલાઈન પરિક્ષણ કર્યું હતું.
27 માર્ચે ભારતે લો ઓર્બિટમાં મિસાઈલ દ્વારા એક લાઈવ સેટેલાઈટને તોડી પાડી અવકાશની દુનિયામાં ઈતિહાસ રચી દીધો હતો. અમેરિકા, રશિયા, ચીન બાદ આ પરિક્ષણ કરનારો દુનિયાનો ચોથો દેશ બની ગયો હતો.
અમેરિકી સેનેટર ટિમ કેને સવાલ કર્યો હતો કે, ભારતે ગત મહિને જાહેરાત કરી હતી કે તેણે એન્ટિ સેટેલાઈટ મિસાઈલ સિસ્ટમનું પરિક્ષણ કર્યું છે. લો ઓર્બિટમાં ભારતે એક સેટેલાઈટ તોડી પાડ્યો હતો. જેના કારણે અવકાશમાં 400 ટુકડાનો કચરો પેદા થયો હતો. આ કચરામાં 24 ટુકડા ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન માટે ગંભીર ખતરો પેદા કરી રહ્યાં છે. જોકે ભૂતકાળમાં પણ ચીનને લઈને આ પ્રકારના મામલા સામે આવી ચુક્યાં છે. ચીને જ્યારે 2007માં આ પ્રકારનું પરિક્ષણ કર્યું જેનાથી 10,000 ટોકડાનો કચરો અવકાશમાં સર્જાયો હતો. જેમાંથી મોટા ભાગના ટુકડાઓ આજે પણ ખતરારૂપ છે જ.
આ મામલે ચીન અને પાકિસ્તાન દ્વારા ભારત પર કરવામાં આવતા આરોપો બાદ અમેરિકા ભારતની પડખે આવ્યું છે. ચીન અને પાકિસ્તાનને જવાબ આપતા અમેરિકી સ્ટ્રેટેજીક કમાંદના જનરલ જોન ઈ હયટને કહ્યું હતું કે, ભારત અવકાશમાં પોતાના પરના ભાવી ખતરાને લઈને ચિંતિત હતું. માટે અવકાશમાં પોતાને સુરક્ષીત રાખવાની ક્ષમતા પ્રદર્શિત કરવાની જરૂર ભારતને વર્તાઈ હતી. સેનેટરે ભારતના એન્ટિ સેટેલાઈટ મિસાઈલ પરિક્ષનની જરૂર પર પુછેલા સવાલના જવાબમાં તેમણે આમ કહ્યું હતું.
જનરલ હેયટને અમેરિકાની જ નાસાની જણીતી સંસ્થા NASAને પણ આડકતરો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, મારા મતે સૌથી પહેલા અવકાશમાં ફેલાતા કચરાને લઈને પહેલા નિયમો બનાવવા જોઈએ.
જુઓ આ વીડિયો પણ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ચીન-PAKને અમેરિકાએ રોકડું પરખાવ્યું, ‘મિશન શક્તિ’ યુદ્ધ નહીં પણ ભારતનો અધિકાર appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/us-defends-indias-asat-test-country-is-concerned-over-threats-in-space/
via Best Gujarati News
0 Comments