પાકિસ્તાનમાં દૂધ માટે વલખા મારતી પ્રજા, ભાવ પહોંચ્યો આસમાને
મીડિયા રિપોર્ટ મુજબ કરાચી ડેયરી ફોર્મર્સ એસોસિએશને એકાએક દૂધના ભાવમાં 23 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે અને આ કારણે હવે પાકિસ્તાન માર્કેટમાં દૂધના ભાવ 120 રૂપિયા લીટરે પહોંચ્યા છે. છૂટક બજારમાં દૂધ 100થી 180 રૂપિયા સુધી પણ વેચાઈ રહ્યું છે. પાકિસ્તાની મીડિયા મુજબ એસોસિએશને પહેલા ઘણી વખત સરકારને ભાવ વધારવા માટે અનુરોધ કર્યો હતો. પંરતુ સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા ન મળી. તેથી એવાં સંજોગોમાં એસોસિએશને જાતે જ આ નિર્ણય કરવો પડ્યો.
જ્યારે બીજી તરફ એસોસિએશનના આ પગલાને તંત્રે અયોગ્ય ગણાવ્યો છે. રિપોર્ટ મુજબ મોંઘું દૂધ વેચવા પર રીટેલર્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે. તંત્રે દૂધના ભાવ 94 રૂપિયા પ્રતિ લીટર નક્કિ કર્યા છે. તેમ છતા રીટેલર્સ 100થી 180 રૂપિયા પ્રતિ લીટરના ભાવે દૂધનું વેચાણ કરી રહ્યા છે. જોકે હવે તંત્રે આવા રીટેલર્સ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરવાના આદેશ આપ્યા છે. આ પહેલા પણ પાકિસ્તાનમાં ટામેટાના ભાવ આસમાને પહોંય્યા હતા. પુલવામા આંતકી હુમલાના વિરોધમાં ભારતના કેટલાક વિસ્તારોથી વેપારીઓએ સપ્લાય રોકાતા પાકિસ્તાનમાં ટામેટાના ભાવ લગભગ 180 રૂપિયા કિલો સુધી પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે હાલ પાકિસ્તાન આર્થિક કટોકટીની સમસ્યાથી પસાર થઈ રહ્યો છે. પાકિસ્તાનમાં મોંઘવારી છેલ્લા પાંચ વર્ષોના રેકોર્ડ સ્તરે પહોંચી છે. મીડિયા રિપોર્ટ મુજબ માર્ચ મહિનામાં મોંઘવારી દર 9.4 ટકા પહોંચ્યો હતો. પાકિસ્તાની ચલણમાં ઘસારો, કાચા તેલની કિંમતમાં વધારો અને પાકિસ્તાનના કેન્દ્રીય બેંકે વ્યાજ દરો 10.75 ટકા વધાર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પાકિસ્તાનમાં દૂધ માટે વલખા મારતી પ્રજા, ભાવ પહોંચ્યો આસમાને appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/milk-price-reach-high-level-in-pakistan-people-are-facing-problem/
via Best Gujarati News
0 Comments