પ્રેમીકાને પામવા કરી 7000 કિમીની યાત્રા, ગૂગલ અર્થ પર લખ્યું ‘મેરી મી’, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
જાપાનના એક પ્રેમીએ તેની પ્રેમીકાને એક અનોખા અંદાજમાં પ્રપોઝ કરવાની સાથે વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. જી હાં, જાપાનના આ યુવકે ગૂગલ અર્થની મદદથી જાપાનના નકશા પર ‘મેરી મી’ લખીને તેની પ્રેમીકાને લગ્ન માટે પ્રપોઝ કરી છે. આ સાથે તેને વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ યુવકે GPSનો ઉપયોગ કરી અને 6 મહિનામાં 7000 કિમીની યાત્રા કરી. આ અનોખા તરીકાને ગિનિસ બુકે સૌથી મોટી જીપીએસ ડ્રોઇંગ માની વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરી છે. જોકે યુવકની ગર્લફ્રેન્ડને જ્યારે આ વિશે જાણ થઈ તો તે લગ્ન માટે ઇન્કાર ન કરી શકી. ગૂગલે પણ આ અનપેક્ષિત વાર્તાને ટ્વિટ કરી માહિતી આપી.
ટોક્યોના રહેવાસી યાસુશી તાકાહાશી ઉર્ફ યાસાન 2008માં નાત્સુકીની રહેવાસી તેની ગર્લફ્રેન્ડને લગ્ન માટે પ્રપોઝ કરવા માંગતો હતો. તેની ઇચ્છા આ ક્ષણને યાદગાર બનાવવાની હતી. તેના માટે યાસાને 10 વર્ષ રિસર્ચ કરી. તેને ગૂગલ અર્થ અને સ્ટ્રીટ વ્યૂ સાથે જીપીએસ આર્ટ બનાવ્યો. ત્યાર બાદ નક્કિ કર્યું કે આને તેઓ લગ્ન પ્રસ્તાવમાં સામેલ કરશે.
For over 10 years, Tokyo resident Yasushi “Yassan” Takahashi has been creating GPS art with @googleearth and #StreetView—but it was his very first drawing that was his biggest, in more ways than one → https://t.co/O9dYPHyauy pic.twitter.com/dEXmwp9suc
— Google (@Google) April 10, 2019
યાસાને જાપાનના નકશા પર ‘મેરી મી અને દિલ’ બનાવવા માટે પહેલા તો નક્કિ કરેલ રુટ પર મુસાફરી કરી. આ માટે પોતાની સાથે જીપીએસ ડિવાઇસ રાખી. ત્યાર બાદ આ રુટને મેપિંગ ટૂલ ગૂગલ અર્થ પર અપલોડ કર્યું. આને જાપાનના સંપૂર્ણ નકશા પર જોઈ શકાય છે. આ કામ માટે યાસાનને પોતાની નોકરી પણ છોડવાનો નિર્ણય કર્યો અને પછી યાત્રાની યોજના બનાવી. તેને હોક્કાઇડો આઇલેન્ડથી મુસાફરી શરૂ કરી અને કાગોશિમાના કિનારે પૂરી કરી. 6 મહિનામાં લગભગ 7 હજાર કિમીની મુસાફરી કરી.
યાસાનની ગર્લફ્રેન્ડે કહ્યું કે હું વિચાર પણ નથી શકતી કે કોઈ મારી માટે આવું કરી શકે છે. લાગે છે કે આ દુનિયાનો સૌથી મહાન પ્રેમ છે. હું આને સંપૂર્ણ હૃદયથી સ્વીકારું છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પ્રેમીકાને પામવા કરી 7000 કિમીની યાત્રા, ગૂગલ અર્થ પર લખ્યું ‘મેરી મી’, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/man-propose-girlfriend-by-using-google-earth-landed-him-a-world-record/
via Best Gujarati News
0 Comments