ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝને રેગ્યુલર કરનારી સંસ્થા ટ્રાઇએ નવા નિયમો અંતર્ગત ટીવી વપરાશકારોને ચેનલ સીલેક્ટ કરવા માટે 31 માર્ચ સુધીની તક આપી હતી. જે ડેડલાઇન પુરી થઇ ચુકી છે ત્યારે એવા લોકોની બેચેની વધી ગઇ છે જેઓએ ટ્રાઇની ડેડલાઇન છતાં ટીવી ચેનલ સીલેક્ટ નથી કરી. જો કે ટ્રાઇ દ્વારા હજુ સુધી ચેનલ ન સિલેક્ટ કરનાર લોકો માટે એક ખાસ ‘બેસ્ટ ફીટ પ્લાન’ લોન્ચ કર્યો છે.

શું ખાસ છે આ પ્લાનમાં ?

હકિકતે જે ગ્રાહકોએ ટ્રાઇના આદેશ બાદ પણ તેમની પસંદગીની ચેનલ માટે કોઇ પેકેજ સિલેક્ટ નથી કર્યું તેવા ગ્રાહકોને ‘બેસ્ટ ફિટ પ્લાન’માં શિફ્ટ કરી દેવામાં આવશે જે ગ્રાહકના ટીવી જોવાની આદતના આધારે હશે. આના મતલબ એવો છે કે જે ચેનલ તમે વધુ જોતા હો તે ઓટોમેટીક ‘બેસ્ટ ફિટ પ્લાન’માં આવી જશે. જો તમે તમારો પ્લાન સિલેક્ટ નથી કર્યો તો તમારા એકાઉન્ટમાં આ પ્લાન એક્ટીવ થઇ ચુક્યો હશે.

આની તપાસ કરવા માટે તમારે તમારા ટીવી ઓપરેટરની વેબસાઇટ પર લોગ ઇન કરીને જોવાનું રહેશે. અહીં આપ તપાસ કરી શકશો કે ‘બેસ્ટ ફિટ પ્લાન’ એક્ટિવેટ થયો છે કે નહીં. યુઝર્સને આ પ્લાનમાં ફેરફાર કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. આ પેકેજ ફક્ત એવા ગ્રાહકો માટે છે જેઓએ ટ્રાઇની ડેડલાઇન છતાં 31 માર્ચ સુધીમાં તેમની મનપસંદ ચેનલોને સિલેક્ટ નથી કરી.

અહીં તમને જણાવી દઇએ કે ટ્રાઇ દ્વારા ગ્રાહકોને તેમની ઓફિશીયલ વેબસાઇટ પર જઇને તેમની પસંદગીની ચેનલ પસંદ કરી તેમનું પેકેજ તૈયાર કરવાનું કહ્યું હતુ. ટ્રાઇના આદેશ અનુસાર 31 માર્ચ સુધી ચેનલ્સને સિલેક્ટ કરનાર યુઝર્સને 130 રૂપિયાના નેટવર્ક કેપેસીટી ફી (એનસીએફ) પર 100 ચેનલ્સ સુધી મળી રહી છે.

આ 100 ચેનલ્સમાંથી યુઝર્સને 25 દૂરદર્શનની ફ્રિ ચેનલ્સ મળી રહી છે, જેમને પેકેજમાંથી હટાવી શકાશે નહી. આ ચાર્જ પર 18 ટકા જીએસટી સાથે પેકેજ 153 રૂપિયાનું થઇ જાય છે. ટ્રાઇના આદેશાનુસાર બધા કેબલ અને ડીટીએચ કંપનીઓ તેમની વેબસાઇટ પર ચેનલ્સનું લિસ્ટ અને તેમની કિંમત બતાવી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post શું ચેનલ પસંદ કરવા માટે TRAIની ડેડલાઇન પુરી થતાં હવે બંધ થઇ જશે TV ચેનલ્સ ? appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/trai-deadline-to-choose-tv-channels-ends-happen-you-havenot-picked-channels-best-fit-plan/
via Best Gujarati News