ભારતની અવકાશી સંસ્થા ISROએ પીએસએલવી C-45 રોકેટ મારફતે આજે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અવકાશ કેન્દ્રથી EMISAT સહિત 29 સેટેલાઈટને સફળતાપૂર્વક અવકાશમાં સ્થાપિત કર્યો. આ ઉપગ્રહમાં સૌથી મહત્વનો EMISAT છે જેને અવકાશમાં ભારતની ‘ત્રીજી આંખ’ કહેવામાં આવે છે. ઈસરોના જણાવ્યા પ્રમાણે વિદ્યુત ચુંબકીય સ્પેક્ટ્રમને માપનારા EMISATને સવારે 9:44 મિનિટે કક્ષામાં સ્થાપિત કર્યો. તો જાણો શું છે કે EMISAT અને અર્થસાસ્ત્રના રચયિતા આચાર્ચ કૌટિલ્ય સાથેનો સંબંધ.

અફઘાનિસ્તાનથી લઈને અસમ સુધી ફેલાયેલા ભારતવર્ષ પર પોતાની ચાંપતી નજર રાખનારા મૌર્ય શાસક ચંન્દ્રગુપ્ત મૌર્યના સલાહકાર આચાર્ય ચાણક્યનું માનવું હતું કે, કોઈ પણ વિશાળ દેશમાં સફળતાપૂર્વક રાજ કરવા માટે ગુપ્તચરોનું અસરકારક નેટવર્ક હોવું ખુબ જ જરૂરી હોય છે. તેમનું કહેવું હતું કે, ગુપ્તછર કોઈ પન રાજાની ‘આંખ અને કાન’ હોય છે. કૌટિલ્યના અનુંસાર, ગુપ્તચર બે કારણો અવકાશની દેખરેખ અને યુદ્ધને ધ્યાનમાં રાખીને ખુબ જ મહત્વના હોય છે.

ઈસવીસન પૂર્વે બીજી સદીના મહાન કૂટનૈતિજ્ઞ કૌટિલ્યના આ વિચારથી જ પ્રેરાઈને ભારત સરકારના DRDO વિભાગે ‘પ્રોજેક્ટ કૌટિલ્ય’ શરૂ કર્યો હતો. જાણકારોના જણાવ્યા પ્રમાણે લગભગ 8 વર્ષોની મહેનત બાદ વૈજ્ઞાનિકોએ 436 કિગ્રા વજન ધરાવતા EMISAT બનાવવામાં સફળતા હાંસલ કરી છે. તેને ડીઆરડીઓની હૈદરાબાદ લેબએ ‘પ્રોજેક્ટ કૌટિલ્ય’ અંતર્ગત બનાવવામાં આવ્યો છે. તેને બનાવવાનો હેતુ રડાર નેટવર્કની દેખરેખ રાખવાનું છે.

સેંકડો કિલોમીટર દૂરથી નજર રાખશે EMISAT

EMISATના મહત્વનો અંદાજ એ વાત પરથી આવી શકે છે કે, ભારત સરકારે તેના વિશે કોઈ વધારે જાણકારી જાહેર નથી કરી. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે EMISAT ઈઝરાયેલના પ્રસિદ્ધ જાસૂસી ઉપગ્રહ ‘સરલ’ પર આધારીત છે. આ બંને સેટેલાઈટ એસએસબી-2 પ્રોટોકોલનું ધ્યાન રાખે છે. આ પ્રોટોકોલ ભારત જેવા વિશાળ દેશમાં ઈલેક્ટ્રોનિક દેખરેખનીએ ક્ષમતા માટે ખુબ જ જરૂરી છે.

EMISATમાં રડારની ઉંચાઈને પામનારૂ ડિવાઈસ AltiKa લગાવવામાં આવ્યું છે જેને ડીઆરડીઓના પ્રોજેક્ટ ‘કૌટિલ્ય’ અંતર્ગત વિકસીત કરવામાં આવ્યું છે. આ ઉપગ્રહની સૌથી મોટી ખાસીયત સિગ્નલની જાસૂસી કરવાની છે. તે જમીનથી સેંકડો કિલોમીટરની ઉંચાઈ પર રહેવા છતાંયે જમીન પર કોમ્યુનિકેશન ટેક્નોલોજી, રડાર અની અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણોથી નિકળતા સિગ્નલને પકડી પાડે છે. જાસૂસી ઉપગ્રહ EMISAT જમીન પર આવેલી બરફીલી ઘાટીઓ, વરસાદ, તટીય સમુદ્દ્રો, જંગલ અને સમુદ્રી લહેરોને ખુબ જ સરળતાપૂર્વક માપી શકવાની ક્ષમતા ધરાવે છે.

ચીન અને પાકિસ્તાનના ખતરાની આ રીતે તોડ કાઢશે EMISAT

ભારતે થોડા દિવસ પહેલા 300 કિમી દૂર અવકાશમાં એક લાઈવ સેટેલાઈટની મિસાઈલ દ્વારા તોડી પાડ્યો હતો. આ પરિક્ષણ દ્વારા ભારતે પોતાના પાડોશી દેશો ચીન અને પાકિસ્તાનને સંદેશ આપ્યો હતો કે તે અવકાશમાં કોઈ પણ પ્રકારના દુસ્સાહસનો જવાબ આપવા માટે સક્ષમ છે. હવે EMISAT દ્વારા ભારતે અવકાશમાં એક એવી ટેક્નોલોજી હાંસલ કરી છે જે યુદ્ધના મેદાનનો નકશો જ બદલી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post અવકાશમાં ભારતની ‘ચાણક્ય ચાલ’, જાણો શું છે ભારતના ‘આંખ અને કાન’ EMISAT appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/project-kautilya-emisat-will-become-india-eyes-and-ears-in-space/
via Best Gujarati News