દક્ષિણ કોરિયાની કંપની સેમસંગ 4 એપ્રિલે તેનો પ્રથમ 5જી સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી એસ 10 5જી લોન્ચ કરશે. ફેબ્રુઆરીમાં યોજાયેલી MWC2019 માં આ સ્માર્ટફોન રજૂ કરવામાં આવ્યો હતો. તે કંપનીનો પ્રથમ 5જી સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોન 5 એપ્રિલથી કોરિયામાં ખરીદી શકાય છે. સેમસંગ કંપની ટેલિકોમ ઓપરેટર્સ સાથે બીજા દેશોમાં પ્રથમ 5જી સ્માર્ટફોન ઉપલબ્ધ કરવા માટે કામ કરી રહી છે.

આ વર્ષે, 5જી નેટવર્ક સ્માર્ટફોનથી લઇ ઘણા નવા પ્રકારની ટેક્નોલોજી સાથે સ્માર્ટફોન માર્કેટમાં આવ્યા છે. આવો, આ સ્માર્ટફોનની સુવિધાઓ અને કિંમત વિશે જાણીએ.

આ સ્માર્ટફોન સાથે, સેમસંગ સુપરફાસ્ટ 5જી કનેક્ટિવિટી સાથે સ્માર્ટફોનની દુનિયામાં આગળ વધશે. આમાં, તમે 4જી સ્માર્ટફોન કરતા 20 ગણી વધારે ઝડપ મેળવશો. આમાં તમે મિનિટમાં કોઈ પણ લોકપ્રિય ટીવી શો ડાઉનલોડ કરી શકશો.

વિશ્વના પ્રથમ 5G સ્માર્ટફોનની કિંમતની વાત કરીએ તો તેમાં સેમસંગ ગેલેક્સી S10 5Gની કિંમત 256GB વેરિયન્ટ માટે 1,397,000 દક્ષિણ કોરિયન વોન (લગભગ 85,240 રૂપિયા) અને 512GB વેરિયન્ટ માટે 1,556,500 દક્ષિણ કોરિયન વોન (લગભગ 94,970 રૂપિયા) હોઈ શકે છે. આ 5જી ડિવાઇસ ત્રણ રંગ વિકલ્પો જેવા કે મેજેસ્ટીક બ્લેક, રોયલ ગોલ્ડ અને ક્રાઉન સિલ્વરમાં ઉપલબ્ધ થશે. બાકીની સુવિધાઓ એસ 10 લાઇનઅપવાળા ફોન્સ જેવા હશે.

Galaxy S10 5Gમાં 6.7-ઇંચ ડાયનેમિક AMOLED એજ-ટુ-એજ ડિસ્પ્લે છે. જેમાં તમે ઓનલાઇન અને ઓફલાઇન વીડિયો HD ક્વોલિટી સાથે જોઈ શકો છો. આ સ્માર્ટફોન હેક્સા કેમેરા સેટઅપ સાથે આવે છે. તેમાં કુલ 6 કેમેરા, આગળના 4 રીઅર કેમેરા અને ફ્રન્ટ પર બે સેલ્ફી કેમેરા છે.

ફોનના પાછળના ભાગમાં 12 + 16 + 12 + 0.038 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. 12 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો અને 0.038 મેગાપિક્સલનો 3D ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં 10 મેગાપિક્સેલનો પ્રાઇમરી સેલ્ફી કેમેરા અને 0.038 મેગાપિક્સલનો 3D ડેપ્થ સેન્સર કેમેરા આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post આ કંપની વિશ્વનો પ્રથમ 5G સ્માર્ટફોન કરશે લોન્ચ, જાણો તેના જોરદાર ફીચર્સ અને કિંમત appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/samsung-galaxy-s10-5g-launching-on-april-4-in-south-korea/
via Best Gujarati News