લોકસભાની ચૂંટણીના આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ચૂંટણી પ્રચાર પણ તેની ચરમસીમાએ છે. સોશિયલ મીડિયા પર પણ ચૂંટણી પ્રચારનું રીતસરનું ઘોડાપુર સર્જાયું છે. બરાબર ત્યારે જ ફેસબુક કોંગ્રેસને જોરદાર ઝાટકો આપ્યો છે. ફેસબુકે કોંગ્રેસના 687 પેજ પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે. આ પેજમાં કોંગ્રેસના ગુજરાતી પેજ ‘કોગ્રેસની વિકાસગાથા’નો પણ સમાવેશ થાય છે.

સોમવારે સોશિયલ મીડિયા કંપનીએ જણાવ્યું હતું કે, ‘અપ્રામાણિક વ્યવહાર’ના કારણે દેશની મુખ્ય વિરોધી પાર્ટી સાથે સંકળાયેલા આ પેજને હટાવવામાં આવ્યા છે. ફેસબુકે સંભવત: પહેલીવાર આ પ્રકારના પગલા ભર્યા છે, કે જ્યારે કોઈ મોટા રાજકીય પક્ષ સાથે જોડાયેલા આટલા બધા પેજ એક જ સાથે હટાવવામાં આવ્યા હોય. ફેસબુકે સ્પષ્ટ કર્યું છે કે, આ પેજમાં પ્રકાશિત કરવામાં આવેલી સામગ્રીના બદલે તેમના ‘ઈનઓથેંટિક વ્યવહાર’ એટલે કે અપ્રામાણિક જાણકારીના કારણે તેને દૂર કરવામાં આવ્યા છે.

ભારતમાં દુનિયામાં સૌથી વધારે 30 કરોડ ફેસબુક યૂઝર્સ છે. ફેસબુકે જણાવ્યું હતું કે, તેને ધ્યાનમાં આવ્યું છે કે, લોકોએ અનેક બનાવટી એકાઉન્ટ્સ બનાવ્યા અને જુદા-જુદા ગ્રુપ સાથે જોડાઈને સામગ્રી ફેલાવી અને લોકો વચ્ચે સંપર્ક વધારવાનું કામ કર્યું. આ બનાવટી પાનામાં લોકલ સમાચાર ઉપરાંત મુખ્ય વિરોધીએ પક્ષ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા પણ કરવામાં આવે છે.

ફેસબુકના સાઈબર સિક્યોરિટી પોલિસીના હેડ નાથનેલ ગ્લેચિયરે જણાવ્યું હતું કે, લોકોએ પોતાની ઓળખ છુપાવી આ કામ કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ અમે અમારી તપાસમાં જોયું કે, આ પ્રકારના પેજ કોંગ્રેસના આઈટી સેલ સાથે સંકળેલા લોકો સાથે જોડાયેલા હતાં. તેમણે જણાવ્યું હતું કે, આ એકાઉન્ટ્સને કન્ટેન્ટ નહીં પણ અપ્રામાણિક વ્યવહારના કારણે દૂર કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં 11 એપ્રિલથી 19 મે સુધી 7 તબક્કામાં દેશભરમાં લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાવવાનું છે અને 23 મે એ પરિણામો બહાર પડશે. ફેસબુકે હટાવેલા પેજમાં બે સેંપલ પણ રજુ કરવામાં આવ્યા છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્દ્ર મોદીના પ્રયાસોની ટીકા કરવામાં આવી છે અને કોંગ્રેસ અને તેના અધ્યક્ષ રાહુલ ગાંધીનું સમર્થન કરવાની અપીલ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફેસબુકે આપ્યો જોરદાર ઝાટકો, 687 પેજ હટાવ્યા appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/removed-pages-linked-to-indias-congress-party-ahead-of-polls-facebook/
via Best Gujarati News