જયપુરનાં સવાઈ માનસિંઘ સ્ટેડિયમમાં રમાયેલી રાજસ્થાન રૉયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં ચેન્નાઈનો 4 વિકેટે રોમાંચક વિજય થયો છે. ચેન્નાઈએ ટૉસ જીતીને પહેલા બૉલિંગ પસંદ કરી હતી. કેપ્ટનનો ધોનીનો આ નિર્ણય યોગ્ય સાબિત કરતા ચેન્નાઈનાં બૉલર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતુ અને 53 રનમાં જ રાજસ્થાનની 3 વિકેટ તંબૂ ભેગી કરી દીધી હતી. ત્યારબાજ રાજસ્થાને જેમ-તેમ કરીને પોતાનું ગાડુ 20 ઑવરમાં 7 વિકેટે 151 રન સુધી પહોંચાડ્યું હતુ.

આ દરમિયાન રાજસ્થાને સમયાંતરે વિકેટો ગુમાવી હતી. રાજસ્થાન તરફથી સૌથી વધુ બેન સ્ટોક્સે 28 અને જોસ બટલરે 23 રન બનાવ્યા હતા. અંતિમ ઑવર્સમાં શ્રેયસ ગોપાલે 7 બૉલમાં ઉપયોગી 19 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી દીપક ચહર, શાર્દુલ ઠાકુર અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ અને સેન્ટનરે 1 વિકેટ ઝડપી હતી.

152 રનનાં પડકારનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈની શરૂઆત પણ ખરાબ રહી હતી અને તેણે શૂન્ય રને વોટસનને વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ સુરેશ રૈના(4), ફાફ ડુ પ્લેસિસ(7) અને કેદાર જાધવ(1) પણ ઝડપથી આઉટ થતા ચેન્નાઈનો સ્કોર એક 4 વિકેટે 24 રન થઇ ગયો હતો. ત્યારબાદ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને અંબાતિ રાયડુએ ચેન્નાઈની ઇનિંગને સ્થિર કરતા મહત્વની ભાગીદારી નોંધાવી હતી. જો કે જીતની નજીક પહોંચેલી ચેન્નાઈની ટીમને ત્યારે મોટો ઝાટકો લાગ્યો જ્યારે અંબાતિ રાયડૂ 57 રન મારીને આઉટ થયો. તો ધોની પણ ટીમને છે ક જીત સુધી લાવીને અંતિમ ઑવરમાં સ્ટૉક્સનાં હાથે 58 રને બૉલ્ડ થયો હતો. અંતિમ બૉલ પર ચેન્નાઈને 3 રનની જરૂર હતી ત્યારે સેન્ટનરે સિક્સર મારીને ચેન્નાઈને જીત અપાવી. સેન્ટનરે 3 બૉલમાં 10 અને જાડેજાએ 4 બૉલમાં 9 રન કર્યા.

રાજસ્થાન તરફથી ધવલ કુલકર્ણી, જયદેવ ઉનડકટ અને જોફ્રા આર્ચરે 1-1 વિકેટ ઝડપી હતી. બેન સ્ટોક્સે અંતિમ ઑવરમાં ધોનીને બૉલ્ડ મારવા સહિત 2 વિકેટ ઝડપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post RRvsCSK: દિલધડક મુકાબલામાં ચેન્નાઈએ રાજસ્થાનને 4 વિકેટે પછાડ્યું appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/csk-won-against-rr-with-4-wickets/
via Best Gujarati News

0 Comments