સિંધુ-સાઇના અને સમીરનો સિંગાપુર ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ
। સિંગાપુર ।
ઓલિમ્પિક સિલ્વર મેડાલિસ્ટ પીવી સિંધુએ આસાનીથી જ્યારે સાઇના નેહવાલે પડકારજનક જીત બાદ સિંગાપુર ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ચોથી ક્રમાંકિત સિંધુએ વિશ્વમાં ૨૨મો ક્રમાં ધરાવતી ડેન્માર્કની મિયા બ્લિચફિલ્ટને ૩૯ મિનિટમાં ૨૧-૧૩, ૨૧-૧૯થી પરાજય આપ્યો હતો. બ્લિચફિલ્ટ સામે સિંધુનો આ સતત બીજો વિજય હતો. ક્વાર્ટર ફાઇનલમાં સિંધુનો સામનો ચીનની કા યાનયાન સામે થશે. છઠ્ઠી ક્રમાંકિત સાઇના નેહવાલને જીત મેળવવા ભારે સંઘર્ષ કરવો પડયો હતો પરંતુ તે મલેશિયા ઓપનના પ્રથમ રાઉન્ડમાં પોર્નપાવી ચોચુવાંગ સામે મળેલી હારનો બદલો ચૂકતે કરવામાં સફળ રહી હતી. તેણે ચોચુવાંગને બીજા રાઉન્ડમાં ૨૧-૧૬, ૧૮-૨૧, ૨૧-૧૯થી હરાવી હતી. ક્વાર્ટરમાં તેનો સામનો જાપાનની નોઝોમી ઓકુહારા સામે થશે. પુરુષ સિંગલ્સમાં સાઇના નેહવાલનો પતિ પારુપલ્લી કશ્યપ ચીનના ચેન લોંગ સામે ત્રણ સેટ સુધી ચાલેલા મુકાબલામાં હારી ગયો હતો. કશ્યપને ચીની ખેલાડીએ ૨૧-૯, ૧૫-૨૧,૨૧-૧૬થી જીત મેળવી હતી. અન્ય એક મેચમાં સમીર વર્માએ ચીનના લુ ગુઆંગ્ઝુને ૨૧-૧૫, ૨૧-૧૮થી પરાજય આપ્યો હતો. ક્વાર્ટરમાં તેનો સામનો બીજા ક્રમાંકિત ચાઇનીઝ તાઇપેઇના ચોઉ ટીઆન ચેન સામે થશે. પુરુષ સિંગલ્સના અન્ય એક મુકાબલામાં કિદાંબી શ્રીકાંતે ડેન્માર્કના વિટિંઘસને ૨૧-૧૨, ૨૩-૨૧થી પરાજય આપ્યો હતો. એચ. એસ. પ્રણોયને જાપાનના કેન્ટો મોમોટાએ ૨૧-૧૧, ૨૧-૧૧થી હરાવી બહાર કરી દીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સિંધુ-સાઇના અને સમીરનો સિંગાપુર ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/sindhu-saina-and-samir-si/
via Best Gujarati News
0 Comments