મુંબઈ ઇન્ડિયન્સને જીતાડવા માટે નીતા અંબાણી કરે છે મંત્રોનો જાપ, જોઇ લો વિડીયો
ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝનમાં 6 એપ્રિલનાં રોજ મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઇ. આ મેચ હૈદરાબાદનાં રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાઈ, પરંતુ આ મેચ દરમિયાન કંઇક એવું થયું કે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી હતી. ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઇન્ડિયન્સે 20 ઑવરમાં 7 વિકેટનાં નુકસાન પર 136 રન બનાવ્યા. મુંબઈનું આ લક્ષ્યાંક હૈદરાબાદની બેટિંગની સામે ઘણું જ ઓછુ લાગી રહ્યું હતુ.
આ દરમિયાન મુંબઈ ઇન્ડિયન્સની ટીમની માલિક નીતા અંબાણી મંત્ર બોલતા જોવા મળ્યા હતા. તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. ફેન્સ સોશિયલ મીડિયા દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી રહી છે. 137 રનનાં લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ 17.4 ઑવરમાં 10 વિકેટે ફક્ત 96 રન જ બનાવી શકી. મુંબઈએ આ મેચ 40 રને જીતી લીધી હતી. મુંબઈ તરફથી અલ્ઝારી જોસેફે પોતાની પહેલી જ મેચમાં 6 વિકેટ લઇને ધમાલ મચાવી દીધી.
Bas yeh mantar ka pata chal jaye to life set hai !!
pic.twitter.com/8Ac4kTz4Hy
— Revanth® (@revanthbandari7) April 6, 2019
અલ્ઝારી જોસેફે 3.4 ઑવરમાં 12 રન આપીને 6 વિકેટ ઝડપી હતી અને એક ઑવર મેડન નીકાળી હતી. તેના સિવાય રાહુલ ચહર અને જસપ્રિત બુમરાહ અને જેસોને 1-1 વિકેટ ઝડપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post મુંબઈ ઇન્ડિયન્સને જીતાડવા માટે નીતા અંબાણી કરે છે મંત્રોનો જાપ, જોઇ લો વિડીયો appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/nita-ambani-chanting-mantra-for-mis-win/
via Best Gujarati News

0 Comments