। નવી દિલ્હી ।

મુંબઈ હાઇકોર્ટે સોમવારે કોટક મહેન્દ્રા બેન્ક અને રિઝર્વ બેન્ક વચ્ચેના કેસની સુનાવણી હાથ ધરી હતી. કોટક બેન્કમાં પ્રમોટર્સની ભાગીદારી ૧૦ ટકાથી નીચે લઈ જવાના આરબીઆઈના આદેશને કોટક પરિવારે મુંબઈ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ મુદ્દે મુંબઈમાં હાથ ધરાયેલી કાનૂની પ્રક્રિયા ભારતના બેન્કિંગ ઉદ્યોગ અને તે રાહે અર્થતંત્ર માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થઈ શકે તેમ છે. કોર્ટે કોટક બેન્કના પ્રમોટર્સ પાસેથી એ મુજબનું સોગંદનામં માગ્યું છે કે તેમણે પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટાડવા રિઝર્વ બેન્કે આપેલી સૂચનાનું પાલન કર્યું છે.

કેસ શું છે?

કોટક પરિવાર બેન્કમાં ૩૦ ટકા ભાગીદારી ધરાવે છે પરંતુ રીઝર્વ બેન્ક પોતાના એવા ચોક્કસ નિયમ ધરાવે છે કે જે બેન્કમાં પ્રમોટર્સના હોલ્ડિંગને મર્યાદીત કરે છે. મધ્યસ્થ બેન્કે પ્રમોટર્સને ૩૦ ડિસેમ્બર, ૨૦૧૮ સુધીમાં તેમની ભાગીદારી ઘટાડીને ૨૦ ટકાથી નીચેના સ્તરે, માર્ચ ૨૦૨૦ સુધીમાં ૧૫ ટકાને સ્તરે  અને તે પછી ૧૦ ટકાથી નીચેના સ્તરે લઈ જવા સુચના આપેલી છે. રીઝર્વ બેન્કે ચાર વર્ષ પહેલાં નવા બેન્ક લાયસન્સ આપવા માટે ઘડાયેલી ગાઇડલાઇન મુજબ આ સુચના આપી હતી. પરંતુ કોટક પરિવારે સિલિકોન વેલીમાં ટેક બોસ પોતાની ભાગીદારી જે રાહે ઘટાડે છે તે રાહ પસંદ કર્યો હતો.

રિઝર્વ બેન્કે લીધો વાંધો

પ્રેફરન્સ શેર વેચીને કોટક પરિવારે પોતાની ભાગીદારી ૩૦ ટકાથી ઘટાડીને ૨૦ ટકાથી નીચે કરી દીધી હતી. પરંતુ વોટિંગ અધિકાર જાળવી રાખ્યા હતા. પરંતુ રિઝર્વે બેન્કે આ પહેલને ફગાવી દીધી હતી. રિઝર્વ બેન્ક આગ્રહ રાખી રહી છે કે તે પેઇડ અપ ઇક્વિટી કેપિટલ ઘટાડે.

અને કોટક બેન્ક કોર્ટમાં ગઈ

રીઝર્વ બેન્કે ઇક્વિટી શેર ઘટાડવાનો આગ્રહ રાખતાં કોટક રિઝર્વ બેન્ક સામે કોર્ટમાં ગયા છે. આવી બાબતમાં રિઝર્વ બેન્ક જ આખરી નિર્ણય લઇ શકે, પરંતુ  કોટક હવે રિઝર્વ બેન્કને પડકારી રહ્યા છે. માર્ચના બીજી સપ્તાહમાં થયેલી સુનાવણી વખતે  પ્રમોટર્સે જણાવ્યું હતું કે તે ૩૦ ટકા ભાગીદારી યથાવત  રાખીને ૨૦ ટકા જેટલા જ વોટિંગ રાઇટ જાળવવા તૈયાર છે. કોટક બેન્ક રિઝર્વ બેન્કને કહી રહી છે કે તે વોટિંગ રાઇટ કે ભાગીદારી તેમાંથી એકને જ ઘટાડવાનો આગ્રહ રાખે, બંને નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post RBI V/s કોટક બેન્ક કેસ ભારતની બેન્કિંગ સિસ્ટમનો રાહ પલટશે? appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/rbi-vs-kotak-bank-case-india-two/
via Best Gujarati News