PM મોદીના માતાના ઘરમાં જવાહરલાલ નહેરૂની તસવીર? સત્ય જાણી ચોંકી જશો
લોકસભા ચૂંટણી માટે નરેન્દ્ર મોદીએ ૨૩ એપ્રિલે મતદાન કર્યું અને પોતાની માતા હિરાબાને પણ મળવા પહોંચ્યા. પીએમ મોદી અને તેમની માતા સાથેની મુલાકાતની એક તસવીર હાલમાં સોશિયલ મીડિયામાં સામે આવી રહી છે જે વાયુવેગે વાઇરલ થઇ રહી છે. આ તસવીરમાં સામેની દિવાલ પર પૂર્વ પીએમ જવાહરલાલ નહેરૂની તસવીર નજર આવી રહી છે. આ સાથે જ દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોદીની માતાના ઘરમાં નહેરૂની તસવીર છે.
ફેસબુકના ગ્રુપ ‘I support punya prasun Bajpai’ પર Shamir Kumarએ આ તસવીરને પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યુ,’હીરાબેન માતાના ઓરડામાં પણ નહેરૂજી હાજર… સાહેબ બૂરાઇ પણ કરો છો અને ઘરમાં પણ રાખો છો…’
ટ્વીટર પર પણ કેટલાક યૂઝર્સ આ તસવીરને શેર કરી રહ્યા છે.
શું છે સત્ય?
પીએમ નરેન્દ્ર મોદીની માતાના ઘરમાં જવાહરલાલ નહેરૂની તસવીર નથી. અસલ તસવીરમાં રાધા-કૃષ્ણની તસવીર છે.
Gujarat: Prime Minister Narendra Modi met his mother at her residence in Gandhinagar today. He will cast his vote in Ahmedabad, shortly. pic.twitter.com/CUncTSpBTt
— ANI (@ANI) April 23, 2019
વાઇરલ થઇ રહેલ તસવીરમાં ગૂગલ રિવર્સ ઇમેઝ સર્ચ કરવાથી સૌ પ્રથમ લિંક સમાચાર એજેન્સી ANIનું ટ્વીટ મળે છે.
અસલ તસવીરમાં જવાહરલાલ નહેરૂના સ્થાને રાધા-કૃષ્ણની તસવીર જોવા મળી રહી છે અને તેમની બાજુમાં સ્વામી વિવેકાનંદની મૂર્તિ પણ જોવા મળી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post PM મોદીના માતાના ઘરમાં જવાહરલાલ નહેરૂની તસવીર? સત્ય જાણી ચોંકી જશો appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/truth-about-jawaharlal-nehrus-image-in-pms-mothers-house/
via Best Gujarati News


0 Comments