PM નરેન્દ્ર મોદીની બાયૉપિક પર આજે ચૂંટણી પંચે રોક લગાવી દીધી છે. ઘણા દિવસોથી ચાલી રહેલી ખેંચતાણ બાદ આખરે હવે ફિલ્મની રીલીઝ ડેટ ટાળવામાં આવી છે. ‘પીએમ નરેન્દ્ર મોદી’ બાયૉપિક આવતી કાલે 11 એપ્રિલનાં રોજ રીલીઝ થવાની હતી. ફિલ્મની રીલઝ અત્યાર સુધી 2 વાર ટળી હતી. પહેલા ફિલ્મને 12 એપ્રિલનાં રોજ રીલીઝ કરવામાં આવવાની હતી, ત્યારબાદ ફિલ્મની રીલીઝ 5 એપ્રિલ કરવામાં આવી હતી.

ફિલ્મનાં મેકર્સે કહ્યું હતુ કે, “17 એપ્રિલનાં રીલીઝ થવા જઇ રહેલી ફિલ્મ ‘કલંક’ એક સારી ફિલ્મ છે. આવામાં આ ફિલ્મ સાથે ના ટકરાવ થાય તે માટે ફિલ્મની રીલીઝ ડેટ 5 એપ્રિલ કરવામાં આવી હતી.” જો કે કેટલાક લોકોએ આરોપ લગાવ્યો હતો કે લોકસભા ચૂંટણીથી ફક્ત કેટલાક દિવસ પહેલા રીલીઝ ફિલ્મને રીલીઝ કરીને બીજેપી માટે માહોલ બનાવવાનો પ્રયત્ન છે.

પછી અચાનક નિર્માતાઓએ બીજીવાર રીલીઝ ડેટ બદલી. કહેવામાં આવ્યું કે 12 એપ્રિલનાં રોજ જ ફિલ્મને રીલીઝ કરવામાં આવશે. હવે આખરે ફિલ્મ 11 એપ્રિલનાં રોજ રીલીઝ થવાની હતી. જેના પર આજે ચૂંટણી પંચે પ્રતિબંધ મુક્યો છે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં પીએમ નરેન્દ્ર મોદીની ભૂમિકામાં વિવેક ઓબેરૉય નિભાવી રહ્યો છે. ફિલ્મનું નિર્દેશન ઑમંગ કુમારે કર્યું છે. કૉંગ્રેસ સહિતનો વિરોધ પક્ષ ચૂંટણી પહેલા ફિલ્મની રીલીઝનો વિરોધ કરી રહ્યા હતા. શરૂઆતથી જ આફિલ્મ વિવાદોમાં ફસાઈ ચુકી છે. હવે ચૂંટણીપંચે આ ફિલ્મ પર પ્રતિબંધ મુકી દીધો છે આવતી કાલે રિલીઝ થનારી આ ફિલ્મ હવે રિલીઝ નહીં થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post PM નરેન્દ્ર મોદીની બાયોપીક પર ચૂંટણી પંચનો પ્રતિબંધ, કાલે ફિલ્મ રિલીઝ નહીં થાય appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/pm-narendra-modi-biopic-banned-by-election-commission-of-india/
via Best Gujarati News