‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’ની સફળતા બાદ કંગના રનૌત પોતાની બીજી ફિલ્મને ડાયરેક્ટ કરવા જઈ રહી છે. કંગનાનો આ પ્રોજેક્ટ એક્શન ડ્રામા હશે. આ પ્રોજેક્ટની સ્ક્રીપ્ટ ફાઈનલ થઈ ચુકી છે. એક ઈંટરવ્યુમાં કંગનાએ આ વાતની પુષ્ટી કરી છે.

કંગનાએ જણાવ્યુ કે હું થોડા સમયમાં મારા આ નવા પ્રોજેક્ટની ઘોષણા કરવાની છુ. આ એક એક્શન ફિલ્મ છે. મે સ્ક્રિપ્ટ ફાઈનલ કરી નાંખી છે અને તડામાર તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. આનું ફોટોશુટ ટૂક સમયમાં કરવામાં આવશે. ત્યારબાદ પોસ્ટર જારી કરવામાં આવશે.

એકટ્રેસે કહ્યુ કે ફિલ્મને મોટા બજેટને બનાવવાની યોજના છે. આ ફિલ્મ અલગ હશે જેને મોટા પડદાં પર બનાવવામાં આવશે. હું મારા આગામી પ્રોજેક્ટને લઈને ખુબજ ઉત્સાહીત છુ. ફિલ્મ માટે અપેક્ષિત બજેટ મળવુ થોડું મુશ્કેલ છે. ખાસ કરીને જ્યારે વીમેન ઓરિએન્ટેડ હોય. મણિકર્ણિકાની સફળતા બાદ ફિલ્મનું બજેટ મળવું સરળ થઈ ગયુ છે.

કંગના રનૌતે કહ્યુ કે મણિકર્ણિકામાં એક અભિનેતા અને એક નિર્દેશકના રૂપમાં મારા કામ કરવાની રીતથી ખુશ છુ. હવે મારા બીજા પ્રોજેક્ટની કામ કરવાનો યોગ્ય સમય છે.

આપને જણાવી દઈએ કે મણિકર્ણિકાની જેમજ કંગના આગામી પ્રોજેક્ટ એક રિયલ લાઈફ કહાની પર આધારિત છે. કંગના બીજા પ્રોજેક્ટની વાત કરીએતો કંગના ફિલ્મ પંગાનું દિલ્હી શિડ્યુલ પુરૂ કરી લીધુ છે. કંગના ફિલ્મમાટે મહેનત કરી રહી છે. આ સિવાય કંગના ફિલ્મ મેંટલ હે ક્યા અને જયલલિતાની બાયોપિકમાં નજરે ચડશે.

કંગના પોતાના કામને ખુબજ મહત્વ આપે છે. જે કામને હાથમાં લે છે તેને એકાગ્રતા સાથે કરે છે અને પાત્રોને સ્ક્રીન પર જાણેકે જીવંત બનાવી દે છે. દર્શકો તેના આગવા વ્યક્તિત્વથી ખુબજ પ્રભાવિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post લો બોલો કંગના હવે બીજી ફિલ્મ પણ નિર્દેશન કરશે, સ્ક્રિપ્ટ થઈ ફાઈનલ appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/kangana-ranaut-s-next-directorial-film-is-going-to-be-an-epic-action-drama/
via Best Gujarati News