સલમાન ખાન હાલના દિવસોમાં તેમની ફિલ્મ દબંગ-3 શૂટિંગમાં વ્યસ્ત છે. પરંતુ મધ્યપ્રદેશમાં ચાલી રહેલા આ ફિલ્મના શુટીંગને લઇને શરૂઆતથી જ વિવાદ થઇ રહ્યો છે. ફિલ્મના નિર્માતાઓ પહેલા મહેશ્વરમાં શિવલિંગનું અપમાન કરવાનો આરોપ લાગ્યો હતો તો હવે તેમના પર પ્રાચીન મૂર્તિને નુકશાન પહોંચાડવાનો આરોપ લાગ્યો છે.

ફિલ્મ દબંગ-3ના શૂટિંગ 1 એપ્રિલથી મહેશ્વર, મધ્યપ્રદેશમાં શરૂ થયું છે. આ પહેલા પણ અહીં ફિલ્મનું ગીત હુડ હુડ દબંગ શુટ કરવામાં આવી ચુક્યું છે. પરંતુ શૂટિંગ દરમ્યાન મહેશ્વર ઘાટ પર ફિલ્મનો સેટ લગાવવાના કારણે શિવલિંગને નુકશાન પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. આ કારણોસર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે દબંગ 3ના નિર્માતાઓને નોટિસ ફટકારવામાં આવી છે.

આ નોટિસ બાદ માનવામાં આવે છે કે હવે ફિલ્મનું શૂટિંગ અટકાવવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ મેકર્સ મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના મહેશ્વર સ્થિત કિલ્લામાં શૂટિંગ કરી રહ્યા છે. આ દરમ્યાન ત્યાં એક પ્રાચીન મૂર્તિને નુકશાન પહોંચ્યું છે. ફિલ્મનો સેટ અહીંથી હટાવવામાં આવી રહ્યો હતો ત્યારે અહીં એક પ્રાચીન મૂર્તિ ખંડીત થઇ હતી. જે અંગે સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરી હતી. બાદમાં એએસઆઇની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તેઓએ ફિલ્મની પ્રોડક્શન ટીમને નોટીસ ફટકારી હતી. જેમાં માંડુના જલમહેલમાં બનાવવામાં આવેલા ફિલ્મના બે સેટને તાત્કાલિક હટાવવાનો આદેશ કરવામાં આવ્યો છે.

એએસઆઇ દ્વારા કહેવામાં આવ્યું છે કે જો ફિલ્મના નિર્માતાઓ નોટિસનું પાલન નહીં કરે તો ફિલ્મના શૂટિંગ માટે આપવામાં આવેલી પરમિશન રદ્ કરી દેવામાં આવશે. આ નોટિસની કોપી જિલ્લાના અન્ય અધિકારીઓને પણ મોકલી દેવામાં આવી છે. આ તરફ આ કારણોસર હાલ ફિલ્ના શૂટિંગને લઇને અસમંજસ બનેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સલમાન ખાનની દબંગ-3 મુશ્કેલીમાં, આ કારણોસર હવે રદ થઇ શકે છે ફિલ્મનું શૂટિંગ appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/salman-khan-and-sonakshi-sinha-starrer-film-dabangg-3-shooting-is-in-trouble/
via Best Gujarati News