દમ લગા કે હઈશા અને શુભ મંગલ સાવધાન જેવી સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કરી ચૂકેલા આયુષમાન ખુરાના અને ભૂમિ પેડણેકરની જોડી વધુ એક ફિલ્મમાં સ્ક્રીન શેર કરવાની છે. આ બંનેની જોડીને ફિલ્મ બાલા માટે ફાઇનલ કરવામાં આવી છે. ફિલ્મનું દિગ્દર્શન અમર કૌશિક કરશે. ફિલ્મ બાલામાં આયુષમાન ખુરાના એકદમ નવા લુકમાં એટલે કે મુંડન કરાવેલા લુકમાં જોવા મળશે. ભૂમિ સાથે અભિનેતાની આ ત્રીજી ફિલ્મ છે. ભૂમિ અને આયુષમાનની રોમેન્ટિક કેમિસ્ટ્રી વધુ એકવાર દર્શકોને જોવા મળશે. આ ફિલ્મ ઓછી વયમાં જ વાળ ખરી પડવાની સમસ્યાથી પીડિત યુવાન પર આધારિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ફિલ્મ બાલામાં આયુષમાન અને ભૂમિની જોડી જોવા મળશે appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/in-film-bala-iyushman-un/
via Best Gujarati News