બોલીવુડની અભિનેત્રી સિમ્બા સ્ટાર સારા અલી ખાન કાયદાકીય આંટીઘુંટીમાં ફસાઈ છે. થોડા સમય પહેલા સારા અને કાર્તિક આર્યન સંગ બાઈક રાઈડનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે હેલમેટ પહેર્યા વીના નજરે ચડી હતી. હેલમેટ ન પહેરીને સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ હતી. હવે આ મામલાએ વધારે તુલ પકડ્યુ છે. સારાએ હેલમેટ ન પહેરીને આ મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

સારા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. મંગળવારે દિલ્હી પોલીસે દિલ્હીના રસ્તાઓ પર સારાને હેલમેટ પહેર્યાવીના ફરતાં તે અંગે માહિતી માંગી છે. રિપોર્ટ અનુસાર આ મામલે સીનિયર પોલીસ ઓફિસરનું કહેવું છે કે ઘટના અંગે એકટ્રેસ પર મોટર વ્હીકલ એક્ટને લઈને એક્શન લેવામાં આવશે.

આપને જણાવી દઈએકે વીડિયો જ્યારે સોશિયલ મીડિયા પર સારાને ટ્રોલ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસને આ વીડિયો ટેગ કરવામાં આવ્યો હતો. રોડ સેફ્ટીના નિયમોને સારાએ તોડતાં તેની સખત આલોચના થઈ હતી. હાલ સારા અલી ખાન ન્યુયોર્કમાં પોતાની બેસ્ટ ફ્રેંડ સાથે હોલિડે મનાવી રહી છે.

સારા અલી ખાનની વર્કફ્રંટની વાત કરીએતો ગયા વર્ષે કેદારનાથથી બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. ત્યારબાદ તેની બીજી ફિલ્મ સિમ્બા રિલીઝ થઈ હતી. હવે તેની પાસે ઈમ્તીઆઝ અલીની ફિલ્મ લવ આજ કલ અને કુલી નંબર 1ની રીમેક જેમાં તેની સાથે વરૂણ ધવન કામ કરશે. બીજી બાજુ,ઈમ્તીઆઝની ફિલ્મમાં સારાની સાથે કાર્તિક આર્યન કામ કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કાયદાકીય આંટીઘુંટીમાં ફસાઈ બોલીવુડ અભિનેત્રી સારા ખાન appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/complaint-filed-against-sara-ali-khan-for-riding-without-helmet-with-kartik-aaryan/
via Best Gujarati News