ચીનમાં PM ઇમરાનનું મેયરે સ્વાગત કરતાં પાકિસ્તાનમાં હોબાળો મચ્યો
। બેઇજિંગ ।
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ગુરુવારે બેઇજિંગમાં આયોજિત બેલ્ટ એન્ડ રોડ સમિટમાં સામેલ થવા ચાર દિવસના પ્રવાસે ચીન પહોંચ્યા હતા. આ તેમનો ચીનનો બીજો પ્રવાસ છે. આ પહેલાં ઇમરાને નવેમ્બર મહિનામાં બેઇજિંગનો પ્રવાસ કર્યો હતો.
બેઇજિંગ પહોંચતા વડાપ્રધાન ઇમરાન ખાનનું જેવું સ્વાગત થયું, તેને જોઇને કોઇને એવું નથી લાગતું કે પાકિસ્તાન ચીનનું સૌથી જીગરી દોસ્ત છે. જ્યારે ઇમરાન ખાન ચીન પહોંચ્યા તો તેમના સ્વાગત માટે ચીનનો કોઇ મોટો અધિકાર પહોંચ્યો ન હતો. તેમના સ્વાગત કરવા માટે બેઇજિંગની મ્યુનિસિપલ કમિટીના ડેપ્યુટી સેક્રેટરી જનરલ લી લિફેંગ પહોંચ્યા. તેમની સાથે પાકિસ્તાનમાં ચીનના રાજદૂત યાઓ જિંગ અને ચીનમાં પાકિસ્તાની રાજદૂત મસૂદ ખાલિક હાજર હતા. પ્રીમિયરની સાથે રેલમંત્રી રાશિદ અહમદ, જળમંત્રી મોહંમદ ફૈસલ વાવડા, નાણાકીય સલાહકાર ડો. અબ્દુલ હાફિઝ શેખ સહિત કેટલાય મંત્રી પણ ચીનના પ્રવાસ પર પહોંચ્યા છે.
ઇમરાન ખાન ચીન સાથેની મિત્રતાના ગીતા ગાતા થાક્યા નહીં !
પાકિસ્તાન વડા પ્રધાન પ્રવાસ પહેલાં ચીન સાથે પોતાની મિત્રતાના ગુણગાન ગાતા થાકતા ન હતા. તેમણે કહ્યું કે ચીન સાથે આપણી મિત્રતા આપણા લોકોના દિલ અને મગજમાં વસેલી છે. કોઇ પણ ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય પરિદૃશ્યથી એ પ્રભાવિત નહીં થાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ચીનમાં PM ઇમરાનનું મેયરે સ્વાગત કરતાં પાકિસ્તાનમાં હોબાળો મચ્યો appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/in-china-pm-imran-mayer-s/
via Best Gujarati News
0 Comments