‘તારી ધોળી ધજાઓ ફ્રકે, એ જોઇ મારું મન મલકે શામળિયા….’ એ ઢાળ કોનો હતો?
ફ્લિમની ચિલમ : સલિલ દલાલ
‘આઇપીએલ’ની અત્યારની ખૂબ જામેલી સીઝનની ભાષામાં કહીએ તો ફ્લ્મિ સંગીતના ઇતિહાસમાં એક હિંમતવાન સંગીતકારે ફ્ટકારેલી વિશિષ્ટ સિક્સરોની એક અનોખી ‘હેટ્રિક’ની આજે વાત કરવી છે. કોઇપણ સંગીતકાર માટે પોતાની આખી કારકિર્દીમાં લતા મંગેશકર પાસે એક પણ ગીત ગવડાવ્યા સિવાય કામ કરતાં રહેવામાં કેટલી બધી હિંમત જોઇએ એ તો જે તે સમયે લતાજીની પ્રવર્તતી આણને જાણનારા જ સમજી શકશે. હવે એવા સંગીતકાર કોણ? એમ સવાલ પુછાય તો ૧૦માંથી ૧૧ સંગીતપ્રેમી કહી ઉઠશે, ઓ.પી. નૈયર! ઓમકાર પ્રસાદ નૈયર એ હિન્દી સિનેમાના કોમર્શિયલ મ્યુઝિકની દુનિયાના એકમાત્ર સંગીતકાર હતા, જેમણે લતા મંગેશકરના સ્વરનો ઉપયોગ એકપણ ગીતમાં કર્યા વગર પણ ૧૯૬૩, ‘૬૪ અને ‘૬૫નાં ત્રણ વર્ષોમાં સળંગ ત્રણ સુપરહિટ આલ્બમ્સ આપીને તે દિવસોમાં સનસનાટી સર્જી હતી! મઝાની વાત એ હતી કે અગાઉ ‘નયા દૌર’ જેવું તમામ ગાયનો લોકપ્રિય થાય એવું સંગીત આપી ચૂક્યા છતાં ‘ઓ.પી.’ને વધારે કામ નહોતું મળતું. બલ્કે આ ત્રણ વર્ષમાં પણ માત્ર એક એક જ ફ્લ્મિ આવી હતી.
ઓ.પી.નૈયરના સંગીતની મઝા એ હતી કે એમનાં ગીતોમાં એ વેસ્ટર્ન મ્યુઝિકના ઉપયોગની સાથે સાથે ભારતીય લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતનું સાયુજ્ય એવું બેમિસાલ કરતા કે મીઠાશ અને લોકપ્રિયતા બંનેમાં તે ખરાં ઉતરતાં. વળી આ બધું એ રીતે વેસ્ટર્ન અને ઇન્ડિયન મ્યુઝિકના સંમિશ્રણના નિષ્ણાતો સી. રામચન્દ્રથી લઇને આર. ડી. બર્મન અને ઠેઠ એ. આર. રહેમાન સુધીના કોઇ ‘ઓ.પી.’ જેટલી હિંમત (કે ટેલેન્ટ?) બતાવી શક્યા નથી કે જે લતા મંગેશકરને બાદ કરીને પણ એવી ધૂનો આપી શકે જેને અપ્રતિમ લોકપ્રિયતા હાંસલ થઇ શકે.
લતાજી સિવાય સંગીત સર્જતા આ કલાકાર માટે સ્વાભાવિક જ રસ્તો સહેલો તો નહતો જ. તેમને જુદાં જુદાં કારણોસર ફ્લ્મિો મળી. કોઇને લતાબાઇ સાથે નહતું ફાવતું તો કોઇને શંકર જયકિશનના મોંઘા ભાવ નહતા પરવડતા. એવા કોઇપણ કારણે બી. આર. ચોપરાએ ‘નયા દૌર’માં તક આપી અને દિલીપકુમાર જેવા તે દિવસોના ટોપ સ્ટારના ચિત્રમાં ઓ.પી. નૈયરે જે પોપ્યુલર ગાયનો આપ્યાં તે આજે પણ એટલાં જ લોકપ્રિય છે. લગ્નના વરઘોડામાં જાનૈયાઓને નચાવવા બેન્ડ વાજાંવાળા આજે ૫૦ વરસ પછી પણ ‘યે દેશ હૈ વીર જવાનોં કા અલબેલોં કા મસ્તાનોં કા….’ની ધૂન વગાડવાનું ચૂકતા નથી. અથવા એ જ ફ્લ્મિના ગીત ‘ઉડે જબ જબ જુલ્ફ તેરી, કંવારિયોં કે દિલ મચલે જિન્દ મેરિયે….’ને લ્યો. એ ઢાળ ઉપરથી સંત કવિઓએ ‘તારી ધોળી ધજાઓ ફ્રકે, એ જોઇ મારું મન મલકે શામળિયા….’ જેવાં કેટકેટલાં ભજનો સર્જ્યાં હતાં!
છતાં તેમને મળનારી ફ્લ્મિોની સંખ્યા આંગળીના વેઢે નહીં પણ આંગળીઓ વડે જ ગણી શકાય એવી, બે કે ત્રણ જ, રહેતી. પરંતુ, ‘…સિંહણ બચ્ચા એક એકે હજારાં…’ના ન્યાયે નૈયર સાહેબની એક ફ્લ્મિ હોય તો પણ એ ‘લુહાર કી એક’ સાબિત થતી. જેમ કે જે હેટ્રિકની વાત આપણે કરીએ છીએ તે ૧૯૬૩, ‘૬૪ અને ‘૬૫નાં વર્ષો! એ ત્રણે વર્ષોમાં તેમની એક એક જ કૃતિ આવી હતી. યાદ કરો જોઇએ ‘૬૩માં આવેલી તેમની એક માત્ર ફ્લ્મિ ‘ફ્રિ વોહી દિલ લાયા હૂં’નાં ગાયનો? રફી સાહેબના ગળાની મીઠી હલક સાથે ગવાતું ‘લાખોં હૈ નિગાહોં મેં ઝિંદગી કી રાહોં મેં સનમ હસીં હૈ જવાં…’ કે પછી જોય મુખરજીને, ખભે ગિટાર મૂકીને ગાયન ગાતા રોમેન્ટિક હીરોની ઇમેજ આપનારું ટાઇટલ ગીત ‘બંદા પરવર થામ લો જિગર….’ હોય તમને કાશ્મીરની હસીન વાદીયોની તાઝગીનો એહસાસ એ સંગીતથી થયા વિના ના રહે.
એ જ રફીના દર્દીલા કંઠે મજરૂહ સુલતાનપુરીનું અમર વિદાય ગીત ‘આંચલ મેં સજા લેના કલિયાં…’ સાંભળો કે ‘અજી કિબલા, મોહતરમા…’ની ધમાલ સાથે પગ થપથપાઓ તમને એક જ કલાકાર પાસે વિવિધ મુડની ધૂનના આ જાદુગરનો જાદુ અનુભવાય જ. રફી – આશાનાં બંને ડયુએટ ‘હમદમ મેરે માન ભી જાઓ…’ અને ‘જુલ્ફ્ કી છાંવ મેં ચેહરે કા ઉજાલા લેકર, તેરી વિરાન સી રાતોં કો સજાયા હમને…’ કરતાં પણ અમને તો આશા અને ઉષાનું ક્લાસિકલ યુગલ-નૃત્યગીત ‘દેખો બિજલી ડોલે બિન બાદલ કી…’ વધારે ગમે છે.
તો ૧૯૬૪માં ઓ.પી. નૈયરનું એક જ આલ્બમ ‘કશ્મીર કી કલી’! ફ્રી એક વાર ફ્ક્ત રફી અને આશા જ અને શું ગાયનો મળ્યાં આ માસ્ટર બ્લાસ્ટર પાસેથી! આશા- રફીનાં શ્રેષ્ઠ ડયુએટસમાં સ્થાન મેળવી શકે એવું ‘દીવાના હુઆ બાદલ સાવન કી ઘટા છાઇ….’ કે પછી ‘ઇશારોં ઇશારોં મેં દિલ લેનેવાલે….’ અથવા પંજાબી લોકસંગીતના ધમાકાવાળું ‘હાએ રે હાએ, યે મેરે હાથ મેં તેરા હાથ….’ દરેકનો આગવો મિજાજ છે. તો રફી એકલે હાથે ગાય ત્યારે તો કેવો ફલ ઉતરે? ‘યે ચાંદ સા રોશન ચેહરા…’માં શમ્મીકપૂરને શોભે એવી ધમાલ કરાવતી ‘ઓ.પી’ની ધૂનને જ એસ.એચ. બિહારીના એ ધ્રુવ શબ્દો કહેવાનું મન થાય….’તારીફ કરું ક્યા ઉસકી જિસને તુમ્હેં બનાયા…’!
એ જ રીતે સંવેદનશીલ શબ્દો, કર્ણપ્રિય ધૂન, દર્દભરી ગાયકી અને પ્રસંગને અનુરૂપ અભિનય એ બધાનો સુભગ સમન્વય એટલે રફી સાહેબનું ગાયેલું ‘હૈ દુનિયા ઉસી કી ઝમાના ઉસી કા મહોબત મેં જો હો ગયા હો કિસી કા….’ એ ગાયનમાં પાૃત્ય બેન્ડના વાજિંત્ર સેક્સોફેનનો ઉપયોગ આજે પણ દિલ-દિમાગમાં એવો જ ગૂંજે છે. એ ગીત પડદા ઉપર ગાતા શમ્મીકપૂરની બાજુમાં સેક્સોફેન વગાડતા કલાકારને જુઓ તો એ એક્ટર નહીં પણ સાચ્ચે જ કોઇ મ્યુઝિશિયન જ લાગે. ઓ.પી નૈયરની એ સુમધુર ધૂન રેકોર્ડિંગ વખતે વગાડનાર આર્ટિસ્ટ હતા મનોહરીસિંગ. મનોહરી દાદા આર.ડી. બર્મનના અંતિમ દિવસો સુધી તેમના આસિસ્ટન્ટ રહેલા સહાયક સંગીતકાર હતા. પણ આપણી મૂળ વાત હતી ઓ.પી. નૈયરે ૧૯૬૩, ૬૪ અને ‘૬૫નાં ત્રણ વર્ષમાં આપેલા એક એક જ આલ્બમની, જે એક એકે હજારાં હતાં. તેમાં ‘૬૩માં ‘ફિર વોહી દિલ લાયા હૂં’ અને ૬૪માં ‘કશ્મીરકી કલી’ની સુપર હિટ સફળતા પછી પણ ફ્લ્મિ ઉદ્યોગની વિચિત્રતા જુઓ કે ઢગલાબંધ ફ્લ્મિો મળવાને બદલે ફ્રી એક વાર ‘ઓ.પી.’ના હાથમાં એક જ ચિત્ર ‘મેરે સનમ’! એ પણ સુપરહિટ મ્યુઝિકલ સાબિત થયું. તેનાં એક એક ગીત હજી તેની આગવી છાંટને કારણે આજે ૫૦ વરસ પછી પણ એવાં જ સાંભળવાં ગમે એવાં છે.
‘ઓપી’ની એ ‘નોન નકલેબલ’ સ્ટાઇલની ધૂનમાં રફી જ્યારે ‘પુકારતા ચલા હૂં મૈં, ગલી ગલી બહાર કી….’ ગાય ત્યારે ગિટારથી જે સમા બંધાય છે એ અદ્ભુત હોય છે. તો એ જ રફી પાસે ‘હુએ હૈ તુમ પે આશિક હમ ભલા માનો બુરા માનો…’ અને ‘હમદમ મેરે માન ભી જાઓ કેહના મેરે પ્યાર કા….’માં જે ધમાલ કરાવે છે તે સાંભળો અને પછી પ્રેમિકાનાં આંસુ વિશેનું શાયર એસ. એચ. બિહારીનું વિશિષ્ટ આલેખન ‘ટુકડે હૈ મેરે દિલ કે અય યાર તેરે આંસુ…’માં માણો તો શાંત ગીતો રચવાની નૈયર સાહેબની હથોટીનો પણ ખ્યાલ આવે. તેમાં પણ અંતરાની આ પંક્તિઓ?…. ‘કતરે નહીં છલકે યે આંખોં કે પિયાલોં સે, મોતી હૈ મોહબ્બત કે ઇન ફૂલ સે ગાલોં પર’ માટે ઊંચા સ્વરની પસંદગી? અને વળી પાછા ધ્રુવ ઢાળમાં ‘બહને નહીં દુંગા મૈં બેકાર તેરે આંસુ….’ ભૈ વાહ!
જ્યારે આશા ભોંસલેનાં ગાયનો પૈકીનાં બે તો એવાં છે કે આશાજીનાં શ્રેષ્ઠ ગીતોમાં તેમનો સમાવેશ કરવો પડે. (આશાજીએ તેમનાં ‘ટોપ’ સોંગ્સમાં ઓ.પી. નૈયરનાં કેટલાં ગીતો પસંદ કર્યાં હતાં એ પણ એક રસપ્રદ લેખનો વિષય બની શકે!) તેમનું ગાયેલું ‘મેરે સનમ’નું ‘યે હૈ રેશમી ઝુલ્ફેં કા અંધેરા ન ગભરાઇયે….’ આશાજીની ખાસ હલકનું કદાચ શરૂઆતનું ગીત. એ લહેંકો પછી તો તેમની ઓળખ બની ગયો. પડદા ઉપર તે ગાનાર મુમતાઝ પણ સાઇડ હિરોઇન હોવા છતાં હિરોઇન થવાની શક્યતા ધરાવે છે એ સાબિત કરનારું એક રીતે એ ઐતિહાસિક ગીત. જ્યારે આશાજીની બીજી અવિસ્મરણીય રચના એટલે ‘જાઇયે આપ કહાં જાયેંગે, યે નજર લૌટ કે ફ્રિ આયેગી….’! તેમાં વચ્ચે આવતા ‘આ….આ….આ….’ ના આલાપ આશા ભોંસલેની ક્લાસિકલ સંગીતની ક્ષમતાની રેન્જ પણ સાબિત કરે.
એ જ રીતે આશા – રફીનું ડયુએટ ‘હમને તો દિલ કો આપ કે કદમોં મેં રખ દિયા…’ પણ તે બંનેના જ બીજા એક યુગલ ગીત ‘રોકા કઇ બાર મંૈને દિલ કી ઉમંગ કો….’ કરતાં કેટલું અલગ પડે છે! ‘મેરે સનમ’ એ રીતે ઓ.પી. નૈયરની હેટ્રીકની ત્રીજી ફ્લ્મિ જેને કારણે એ વધુ મજબૂત રીતે પ્રથમ હરોળમાં ગોઠવાયા અને પછી ફ્લ્મિે ફ્લ્મિે કદાચ એ કહેતા લાગતા …’ફ્રિ વોહી મ્યુઝિક લાયા હૂં’! આપ સૌને શું લાગે છે?
તિખારો!
એક જમાનામાં વાજબી રીતે જ કહેવાતું, ‘ઓપી કી કોપી નહીં’!
salil_hb@yahoo.co.in
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ‘તારી ધોળી ધજાઓ ફ્રકે, એ જોઇ મારું મન મલકે શામળિયા….’ એ ઢાળ કોનો હતો? appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/thy-washhouses-frank-e-seen/
via Best Gujarati News
0 Comments