। વોશિંગ્ટન  ।

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશ અને આંતરિક સુરક્ષા મંત્રાલયને એક પત્ર પાઠવીને બિઝનેસ અને ટૂરિસ્ટ વિઝા પર દેશની મુલાકાતે આવતા વિઝાધારકો દ્વારા મુદત કરતાં વધુ રોકાણ થઈ રહ્યું છે. નન ઇમિગ્રન્ટ વીધા ધારકો દ્વારા થતા મુદત કરતાં વધુ રોકાણના પ્રમાણને ઘટાડવા પ્રમુખે આદેશ આપ્યા છે. નન ઇમિગ્રન્ટ વિઝાનું આગંતુક ચુસ્ત પણે પાલન કરે તે હેતુસર એડમિશન બોન્ડની પ્રથા અમલી બનાવવા પણ સૂચના આપવામાં આવતાં ભારતીય ઇમિગ્રન્ટ્સ પર ભીંસ વધી શકે છે.  પ્રમુખનો પત્ર તમામ પ્રકારના નન ઇમિગ્રન્ટ વિઝાને આવરી લે છે. અર્થાત વિદ્યાર્થી, કામદારો અને તેમના આશ્રિતોને આપવામાં આવેલા તમામ પ્રકારના વિઝાને આવરી લે છે. ભવિષ્યમાં પ્રવેશ બોન્ડ અમલી બનાવવા પણ સૂચના અપાઈ છે.

કોઈ દેશના ૧૦ ટકા વિઝાધારકો ઓવરસ્ટે કરે તો શું થશે?  

અમેરિકી રાષ્ટ્રપ્રમુખે પાઠવેલા પત્રમાં જે દેશના બી-૧ અને બી-૨ સહિતના વિઝાધારકોના કિસ્સામાં ઓવરસ્ટેનું પ્રમાણ ૧૦ ટકા કરતાં વધી જાય તો સંબંધિત દેશની સરકાર સમક્ષ પણ આ મુદ્દો ઉઠાવવા વિદેશપ્રધાનને કહેવામાં આવ્યું છે. જે દેશના વિઝાધારકોમાં ઓવરસ્ટેનું પ્રમાણ ૧૦ ટકા કરતાં વધી જાય તો તેવી સ્થિતિમાં કયા પગલાં લઈ શકાય તે વિષયે અમેરિકી એજન્સીઓ પાસેથી ભલામણો પણ માગવામાં આવી છે.

પ્રમુખને ૧૨૦ દિવસમાં અહેવાલ કરવા સૂચના  

આ પત્ર કોઈ ખાસ સૂચના નથી આપતો, પત્ર વિઝા પર તત્કાળ કોઈપણ પ્રકારના નિયંત્રણો લાદવાની વાત પણ નથી કરતો. પરંતુ પત્ર આ મુદ્દે પ્રમુખને ૧૨૦ દિવસમાં અહેવાલ કરવાની સૂચના આપે છે.

ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા મુદત કરતાં વધુ રોકાણ  

ગયા નવેમ્બરમાં બહાર પડેલા ઓપન ડોર રિપોર્ટ મુજબ અમેરિકામાં લગભગ ૧.૯૬ લાખ ભારતીય વિદ્યાર્થીઓ છે. અમેરિકામાં ભણી રહેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના સમૂહમાં ભારતીય વિદ્યાર્થીઓનું પ્રમાણ ૧૮ ટકા છે. ડીએચએસ દ્વારા વર્ષ ૨૦૧૮માટે જાહેર થયેલા એન્ટ્રી -એક્ઝિટ ઓવરસ્ટે રિપોર્ટમાં જણાવ્યા મુજબ મહેસૂલી વર્ષ ૨૦૧૭ (૧ઓક્ટોબર ૨૦૧૬થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૮) દરમિયાન ૧.૨૭ લાખ ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા છોડવાનું હતું. પરંતુ આ પૈકીના ૩.૪૫ ટકા વિદ્યાર્થીઓએ એક્ઝિટ માટેની મુદત વીતી ગયા પછી પણ રોકાણ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અમેરિકામાં મુદત કરતાં વધુ રોકાણ કરી રહેલા  વિઝાધારકો પર ત્રાટક્વા ટ્રમ્પની યોજના appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/in-the-united-states-over-the-moment/
via Best Gujarati News