શ્રીલંકામાં શ્રેણીબદ્ધ બૉમ્બ ધમાકાઓ બાદ સુરક્ષાબળો તરફથી તાબડતોડ છાપેમારી કરવામાં આવી રહી છે. શુક્રવારનાં સાંજે આ પ્રકારનાં એક્શન દરમિયાન સશસ્ત્ર હુમલાખોરો સાથે અથડામણ શરૂ થઇ ગઇ હતી. માનવામાં આવામાં આવે છે કે અહીં છુપાયેલા આતંકવાદીઓનો સંબંધ ઈસ્ટર સંડેનાં થયેલા હુમલા સાથે હતો. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, “કોલંબોથી 325 કિમી દૂર સમુંથુરઈમાં શૂટઆઉટ દરમિયાન ઓછામાં ઓછા એક આતંકીએ ખુદને ઉડાવી દીધો છે. બીજી તરફ શંકાસ્પદોની ધરપકડની સાથે સુરક્ષા વ્યવસ્થા માટે 10 હજારથી વધારે સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે.

તમને જણાવી દઇએ કે રવિવારનાં થયેલા 8 ધમાકાઓ બાદ દરરોજ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી રહી છે અને મોટી માત્રામાં વિસ્ફોટકો પણ જપ્ત કરવામાં આવી રહ્યો છે. કદાચ આ જ કારણ છે કે દેશનાં પીએમ રાનિલ વિક્રમસિંઘે ચેતવ્યા છે કે આવનારા સમયમાં વધારે હુમલા થઈ શકે છે. શુક્રવારે પણ પોલીસે વિસ્ફોટકો સાથે એક ડ્રોન અને ઇસ્લામિક સ્ટેટ(IS)નાં લોગોવાલો એક બેનર જપ્ત કર્યું હતુ.

ઉલ્લેખનીય છે કે ઈસ્ટર સંડેનાં થયેલા આતંકવાદી હુમલામાં 253 લોકોનાં મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન ISએ લીધી છે. જો કે સરકારે સ્થાનિક ઇસ્લામી કટ્ટરપંથી સંગઠન નેશનલ તૌહીદ જમાતને જવાબદાર ઠેરવ્યું છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે, “એવા જ કપડા મળી આવ્યા છે જેવા વિડીયોમાં ISનાં આતંકીઓ પહેરેલા જોવા મળ્યા છે. આ સાથે વિડીયોન બેકડ્રોપ પણ એક જ હતુ.” રવિવારનાં 9 આત્મઘાતી હુમલાખોરોએ 3 ચર્ચ અને 3 હૉટલોમાં શ્રેણીબદ્ધ બૉમ્બ ધડાકાઓ કર્યા હતા. અત્યાર સુધી 5 મહિલાઓ સહિત 70થી વધારે શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શ્રીલંકા પર આતંકવાદી હુમલાઓનું ભયંકર સંકટ, કરાયો વધુ એક બૉમ્બ બ્લાસ્ટ appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/a-terrorist-killed-him-self-in-through-bomb-blast/
via Best Gujarati News