ઈરાન પર તેલ નિકાસને લઇને અમેરિકાનાં પ્રતિબંધથી ભારતની મુશ્કેલીઓ વધી ગઈ છે, કેમકે પોતાની જરૂરિયાતો અધિકત્તમ કાચા તેલનો જથ્થો ભારત તેહરાનથી જ આયાત કરે છે. જો કે ગત વર્ષે જ્યારે અમેરિકાએ ઈરાન પરમાણુ કરારથી ખુદને અલગ કરીને તેના પર ફરીવાર પ્રતિબંધ લગાવ્યા હતા ત્યારે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું હતુ કે, “ભારત ફક્ત સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબંધનું પાલન કરે છે અને તે કોઇપણ દેશ દ્વારા લગાવવામાં આવેલા એકપક્ષીય પ્રતિબંધનું પાલન કરવા બંધાયેલો નથી.” ગત દિવસોમાં અમેરિકાએ ઈરાનથી તેલ આયાતને લઇને ભારત સહિત 8 દેશોને પ્રતિબંધથી મળનારી છૂટનાં સમયગાળાને વધારવાની ના કહી દીધી હતી, ત્યારબાદ ઈરાનથી તેલ આયાતમાં કાપ મુકવા માટે મજબૂર થવું પડ્યું હતુ.

મોટો પ્રશ્ન એ છે કે સુષ્મા સ્વરાજનાં નિવેદન બાદ એવી કઇ મજબૂરીઓ છે જેના કારણે અમેરિકાનાં પ્રતિબંધનું પાલન કરવા ભારત મજબૂર છે? આવો તે વિશે જાણીએ.

પ્રતિબંધથી વધે છે મુશ્કેલીઓ

ગત પ્રતિબંધો દરમિયાન ભારતે ઈરાનની સાથે વેપાર ચાલુ રાખ્યો હતો, જો કે તેને તેલની આયાતમાં ઘટાડો કરવો પડ્યો હતો. આનું કારણ ટ્રાંજેક્શન માટે બેકિંગ ચેનલોનું બંધ થવું અને તેલ વહન કરનારા ટેંકરોને ઇન્શ્યોરન્સ કવર ના મળવું છે. પ્રતિબંધ દરમિયાન સેન્ટ્રલ બેંક ઑફ ઈરાન વિદેશી નાણાકીય સંસ્થાઓની સાથે ટ્રાંજેક્શન ના કરી શકે.

ફક્ત તેલની જ આ રમત નથી

8 દેશોને ઈરાનથી તેલ આયાત કરવાનાં પ્રતિબંધ પર મળેલી છૂટને ખત્મ કરતા અમેરિકાએ ભારતને સંબોધિત કરતા કહ્યું કે, “પુલવામામાં આતંકી હુમલા બાદ અને સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કરવાના મામલે તે દિલ્હી સાથે ઊભું રહ્યું છે. આ માટે આશા છે કે તે ઈરાનનાં મુદ્દે અમને સમર્થન કરશે. ભારત અને અમેરિકાનાં સંબધોમાં બીજા પણ ઘણા પેચ છે, જેના પર ઈરાનથી તેલ આયાત પર ભારતનાં વલણને અસર પડી શકે છે. આમાં વેપાર સંબંધિત મુશ્કેલીઓ, રશિયા સાથે ભારતનો રક્ષા કરાર અને અફઘાનિસ્તાન શાંતિ વાર્તામાં પાકિસ્તાનની ભૂમિકા જેવા મુદ્દા છે.

મુદ્દો ફક્ત અમેરિકા જ નથી

જ્યારે કોઇ પ્રતિબંધ (પરમાણુ હથિયારોનો વધારો રોકવાને લઇને) પ્રત્યે મોટાભાગનાં દેશોમાં વ્યાપક સહમતિ હોય તો ભારત દ્વારા આને નજરઅંદાજ કરવું ઘણું જ મુશ્કેલ કામ છે. સાથે જ ભારતની સાથે વેપાર કરનારા દેશો પર અમેરિકી દબાવથી ઈરાનની સાથે વેપાર કરનારી ભારતીય કંપનીઓ અને સંસ્થાઓ માટે પરિસ્થિતિ મુશ્કેલ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઈરાન પર અમેરિકાએ લગાવેલા પ્રતિબંધને લઇને ભારત બરાબરનું ભરાયું, જાણો કેમ? appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/india-can-not-ignore-americas-ban-on-iran/
via Best Gujarati News