…તો આ કારણથી કરીના કપૂરે રદ કર્યુ ‘અંગ્રેજી મીડિયમ’ની શુટિંગ?
બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન એક વખત ફરી એક્ટિંગમાં પૂર્ણ રીતે એક્ટિવ થઇ ગઇ છે. આ સમયે તેની પાસે ‘ગુડ ન્યૂઝ’,’ અંગ્રેજી મીડિયમ’ અને ‘તખ્ત’ જેવી મોટી ફિલ્મો છે. આ ફિલ્મોમાં ઘણા મોટા સ્ટાર કરીનાની સાથે જોવા મળશે. સૌથી રસપ્રદ વાત કરીના ‘અંગ્રેજી મીડિયમ’માં જોવા મળશે. જેમા તે પ્રથમ વખત ઇરફાન ખાન સાથે જોવા મળશે.
હાલ કરીના ‘ગુડ ન્યૂઝની’ શુટિંગ કરી રહી છે અને એવું સાંભળવા મળ્યું છે કે તેને ‘અંગ્રેજી મીડિયમ’ની શુટિંગને રદ કરી છે. આ અંગે એવું કહેવામાં આવી રહ્યું છે કે કરીના તેના પુત્ર તૈમુરની સાથે વધારે સમય પસાર કરી શકતી નથી જેથી તેને શુટિંગ કેન્સલ કરી દીધું છે. હવે માનવામાં આવી રહ્યું છે કે કરીના આ ફિલ્મની શુટિંગ જૂનમાં કરશે. પહેલા તેની શુટિંગ મેં મહિનામાં થવાની હતી.
હાલ તૈમુર પ્લેગ્રુપમાં અભ્યાસ કરી રહ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેને ગરમીની રજા શરૂ થવા જઇ રહી છે. આ વચ્ચે કરીના તૈમુરને લઇને રજા પસાર કરવા લંડન જઇ શકે છે. જણાવી દઇએ કે ઇરફાન ખાન પહેલા જ ‘અંગ્રેજી મીડિયમ’ની શુટિંગ શરૂ કરી ચૂક્યા છે અને હાલ તેનું શુટિંગ રાજસ્થાનમાં ચાલી રહ્યું છે ઇરફાન અને કરીના સિવાય આ ફિલ્મમાં રાધિકા મદાન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post …તો આ કારણથી કરીના કપૂરે રદ કર્યુ ‘અંગ્રેજી મીડિયમ’ની શુટિંગ? appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/kareena-kapoor-khan-cancel-english-medium-shooting/
via Best Gujarati News
0 Comments