લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે દેશના જાણીતા અંબાણી પરિવારનું રાજકીય કનેકશન જોવા મળ્યું છે. દેશના સૌથી ધનિક વ્યક્તિ, બિઝનેસમેન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી એ થોડાંક દિવસ પહેલાં જ મુંબઇ દક્ષિણી લોકસભા સીટ પરથી કોંગ્રેસ ઉમેદવાર મિલિંદ દેવડાનું સમર્થન કર્યું હતું.

શુક્રવારના રોજ અંબાણીના દીકરા અનંત દેશની રાજધાનીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલીમાં સામેલ થયા. ટીવી ચેન્લસ અને સોશિયલ મીડિયા પર રેલીમાં પહોંચવા દરમ્યાનની કેટલીક તસવીર પણ સામે આવી છે. રિપોર્ટસમાં અનંતના હવાલાથી કહ્યું છે કે ત્યાં પીએમને સાંભળવા પહોંચ્યા હતા.

બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં થયેલી રેલીમાં આગળની કતારમાં શ્રોતાઓમાં અનંત પણ બેઠો હતો. તેમણે તે દરમ્યાન એક મરાઠી સમાચાર ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે હું પીએમને સાંભળવા અને દેશને સમર્થન કરવા આવ્યો છું. આપને જણાવી દઇએ કે મુંબઇમાં 29મી એપ્રિલના રોજ મતદાન છે.

મુકેશ અંબાણી દ્વારા દેવડાના વખાણ અને સમર્થન એવા સમયે જોવા મળ્યું જ્યારે દેશના સૌથી ધનિક બિઝનેસમેનના ભાઇ અનિલ અંબાણી પર રાફેલ સોદાને લઇ કોંગ્રેસ સતત નિશાન સાંધી રહ્યું છે. આની પહેલાં પૂર્વ કેન્દ્રીય મંત્રી મિલિન્દ દેવડા એ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં અંબાણી તેના વખાણ કરી રહ્યાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અંબાણી પરિવારનું રાજકીય કનેકશન: પિતા કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં, દિકરો PMની રેલીમાં appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/lok-sabha-election-2019-ambani-family-political-connection/
via Best Gujarati News